ઓસ્ટ્રેલીયા વન ડે કપમાં 1 રનમાં પડી આઠ વિકેટ !! 52 રન પર 2 વિકેટ હતી અને 53 રનમાં પૂરી ટીમ સમેટાઇ ગઈ
ઓસ્ટ્રેલિયા ડોમેસ્ટિક ODI કપ 2024-25ની 10મી મેચમાં એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. પર્થના WACA સ્ટેડિયમમાં તાસ્માનિયા સામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા 53 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ ટીમ, જેમાં જોશ ઈંગ્લિસ, કેમેરોન બેંક્રોફ્ટ, એશ્ટન અગર અને એરોન હાર્ડી જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ હતા, તેણે 1 રનની અંદર 8 વિકેટ ગુમાવી દીધી હતી. બૅનક્રોફ્ટ જ્યારે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 15.4 ઓવરમાં 52 રનમાં 3 વિકેટે હતો. આ પછી ટીમ આખી 20.1 ઓવરમાં 53 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના 6 બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા અને લાન્સ મોરિસ એક પણ બોલનો સામનો કર્યો ન હતો અને અણનમ રહ્યો હતો. માત્ર ડાર્સી શોર્ટ 22 અને કેમેરોન બ્રેઈનક્રોફ્ટ 14 જ ડબલ ફિગર પાર કરી શક્યા. એરોન હાર્ડીએ 7 રન અને જોશ ઈંગ્લિસે 1 રન બનાવ્યો હતો. તાસ્માનિયા તરફથી બેઉ વેબસ્ટરે 6 વિકેટ લીધી હતી. કેટ સ્ટેનલેકે 3 અને ટોમ રોજર્સે 1 વિકેટ લીધી હતી.
તસ્માનિયાએ પણ 3 વિકેટ ગુમાવી દીધી હતી
તસ્માનિયાએ 8.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 55 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મિશેલ ઓવેન 29 અને મેથ્યુ વેડે 21 રન બનાવીને અણનમ રહ્યા હતા. કાલેબ જ્વેલ 3, જેક વેધરલ્ડ ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યા. જોર્ડન સિલ્ક 1 રન બનાવીને આઉટ થયો હતો. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી જોએલ પેરિસે 2 અને લાન્સ મોરિસે 1 વિકેટ લીધી હતી.
લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ
લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર વેસ્ટ ઈન્ડિઝની અંડર-19 ટીમના નામે છે. 2007માં બાર્બાડોસ સામે 18 રન બનાવીને ટીમ આઉટ થઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય ODI મેચમાં ઓમાનની ટીમ 2019માં સ્કોટલેન્ડ સામે 24 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વેની ટીમ 2004માં શ્રીલંકા સામે 35 રનમાં આઉટ થઈ ગઈ હતી. ODIમાં ઓસ્ટ્રેલિયાનો ન્યૂનતમ સ્કોર 70 છે. ભારતનો ન્યૂનતમ સ્કોર 54 છે.