માત્ર 24 કલાકમાં જ ન્યાય: દુષ્કર્મી ભાગવા ગયોને તળાવમાં ડૂબી ગયો
આસામમાં કુદરતની લીલા અપરંપાર
આસામના નગાઓન જિલ્લાના ઢીંગ નગરમાં 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચારવાના કેસમાં ઝડપાયેલ એક આરોપીનું પોલીસના કબજા માંથી ભાગ્યા બાદ તળાવમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું.
સમગ્ર આસામને હચમચાવી દેનાર આ ઘટનાની વિગત અનુસાર ભોગ બનેલી સગીરા ટ્યુશનમાંથી સાયકલ પર ઘરે આવતી હતી ત્યારે બાઈક પર આવેલા ત્રણ શખ્સો તેને ઉપાડી ગયા હતા અને સામુહિક દુષ્કર્મ આચાર્ય હતું. બાદમાં ગંભીર રીતે ગવાયેલી બેભાન સગીરાને તળાવ નજીકના રસ્તા પર ફેંકી નરાધમો નાસી ગયા હતા.
આ બનાવમાં પોલીસે ત્વરિત પગલાં લઈ ત્રણ આરોપીઓ પૈકીના તફૂજ્જલ ઇસ્લામને ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે વહેલી સવારે ચાર વાગ્યે તેને ગુનાના સ્થળે ઘટનાના પુનઃનિર્માણ માટે લઈ જવાયો હતો. એ દરમિયાન આરોપી હાથ કડી છોડાવીને નાસી જવા માટે તળાવમાં કૂદી ગયો હતો. આરોપી ભાગી છુટતા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
એનડીઆરએફ ના સરવૈયાઓને પણ કામે લગાડવામાં આવ્યા હતા અને બાદમાં બે કલાક પછી આરોપીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલને ઈજા થઈ હતી. આરોપી નાસી છૂટવામાં કઈ રીતે સફળ રહ્યો તે અંગેની તપાસન આદેશ અપાયા છે. ઘટનાના પુનનિર્માણ બાદ આરોપી પોલીસને અન્ય આરોપીઓના ઘર સુધી લઈ જવાનો હતો એવું પોલીસે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કડક સજાની ખાતરી આપી હતી
સામુહિક દુષ્કર્મના આ બનાવના ઘેરા પડઘાં પડ્યા હતા. ઢીંગ શહેરમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને વેપારીઓએ બંધ પાડ્યો હતો. આસામના મુખ્યમંત્રી હિમતા બિસ્વા સરમાએ હિન્દુ સગીરા પરના આ અધમ કૃત્યને ભયંકર અને ધૃણાસ્પદ ગણાવ્યું હતું અને એક પણ આરોપીને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી. આસામમાં છેલ્લા 2 મહિનામાં મહિલાઓ સામે ગંભીર અપરાધની 23 ઘટનાઓ બની હોવાનો ઉલ્લેખ કરી તેમણે જે વિસ્તારોમાં મૂળ વસાહતીઓ લઘુમતીમાં આવી ગયા છે ત્યાં આવા ગુનાઓની સંખ્યા વધારે હોવાનું જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ એક ચોક્કસ સમુદાયના કેટલાક લોકો આવી ગુનાહિત પ્રવૃત્તિને ઉત્તેજન આપતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.