જાપાનમાં ધરા ધ્રુજી, 6.6 ની તીવ્રતા સુનામીની ચેતવણી, કોઈ જાનહાનિ થઈ નથી
જાપાનમાં આજે ભૂંકપ આવ્યો હતો અને ત્યારબાદ આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે સરકારે બહારના ટાપુઓ પાસે સુનામી આવી શકે તેને લઈ ચેતવણી આપી દીધી હતી. અધિકારીઓનું કહેવું છે કે સંભવિત સુનામી એક મીટરની ઉંચાઈ સુધી પહોંચી શકે છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6ની નોંધાઈ હતી. સરકારે એક એડવાઈઝરી જારી કરીને લોકોને દરિયાકિનારા અને નદી કિનારાથી દૂર રહેવાની ચેતવણી આપી છે. જો કે કોઈ જાનહાનિ થઈ નથી.
જાપાનને પૃથ્વી પરના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાંનું એક માનવામાં આવે છે. 2011માં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે આવેલી સુનામીએ ઉત્તર જાપાનના મોટા ભાગનો નુકસાન પહોંચાડ્યું છે જેમાં ફુકુશિમા પરમાણુ પ્લાન્ટને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.