Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

“દંડ સે ડર નહીં લગતા સાહબ…” રાજકોટમાં સ્કૂટર ચાલકને એક ભૂલ 1000માં પડે છે !! લોકોને ટોઈંગ થયેલું વાહન છોડાવવા જવામાં સમસ્યા

Fri, September 20 2024
  • દંડ સે ડર નહીં લગતા સાહબ…(પણ લોકોને ટોઈંગ થયેલું વાહન છોડાવવા જવામાં થાય છે સમસ્યા)
  • ૧૨૯ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા રાજકોટમાં વાહન ગમે ત્યાંથી ટોઈંગ થાય પણ છોડાવવાનું તો એકમાત્ર શીતલ પાર્કમાંથી જ
  • ટુ-વ્હીલરનો ટોઈંગ ચાર્જ રૂા.૭૦૦, ફોર-વ્હીલરનો ૧,૦૦૦ અને વાહન છોડાવવા જવાનું રિક્ષાભાડું’ને લટકામાં મળે છે હેરાનગતિ
  • ટ્રાફિક પોલીસે ચાર સેક્ટર પાડ્યા છે, કોઈ પણ સેક્ટરમાંથી વાહન ટોઈંગ થાય એટલે સીધું શીતલ પાર્કમાં જ જમા કરાવાનું

    વાહન ટો થાય એટલે મહિલાઓને સૌથી વધુ પડતી સમસ્યા

રાજકોટમાં વસતી-વિસ્તારની સાથે જ હવે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરિણામે રસ્તાઓ સાંકળા પડવા લાગ્યા છે અને લગભગ દરેક વિસ્તાર અત્યારે ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. વળી, લોકો મન પડે ત્યાં પોતાનું વાહન પાર્ક કરવાની `ટેવ’ છોડવાનું નામ લઈ રહ્યા ન હોય પોલીસ દ્વારા હવે દંડરૂપી ધોકો પછાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. નિયમનો ભંગ કરે એટલે દંડની વસૂલાત કરવાની જ હોય પરંતુ ખાસ કરીને ટોઈંગને લઈને પોલીસ દ્વારા જે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેને લઈને લોકો પારાવાર પીડા અનુભવી રહ્યા છે. આમ તો રાજકોટમાં અત્યારે કોઈ સ્કૂટર ચાલક પાર્કિંગ બાબતે એક ભૂલ કરે એટલે તેને એ ભૂલ સીધી ૭૦૦ રૂપિયામાં પડે છે પરંતુ આ જ સ્કૂટર ચાલક સાથે સાથે એમ પણ કહી રહ્યો છે કે દંડ સે ડર નહીં લગતા સાહબ…પણ લોકોને ટોઈંગ થયેલું વાહન છોડાવવા જવામાં અનહદ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.


એક ધારણા પ્રમાણે અત્યારે રાજકોટ ૧૨૯ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ પ્રમાણે પોલીસ દ્વારા ચાર સેક્ટર પાડવામાં આવ્યા છે જેમાં ત્રણ-ત્રણ પોલીસ મથક વિસ્તાર સમાવિષ્ટ છે. સમસ્યા જ અહીંથી શરૂ થઈ રહી છે. ઉપરોક્ત ચારેય સેક્ટર પૈકી ગમે ત્યાંથી ગેરકાયદે પાર્ક કરેલું વાહન ટોઈંગ થાય એટલે તેને ફરજિયાતપણે એરપોર્ટ રોડ ઉપર આવેલા શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશન ઉપર જમા કરાવવાનું થાય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનું વાહન કોઠારિયા રોડ પરથી ટોઈંગ થાય તો તેણે દંડ ભરીને તે વાહન છોડાવવા માટે છેક એરપોર્ટ રોડ સુધી લાંબું થવું પડી રહ્યું છે. આમ થવાથી પહેલાં તો વાહન ચાલકે એરપોર્ટ રોડ તરફ જતી રિક્ષા શોધવી પડે છે અને રિક્ષા મળી ગયા બાદ ઉંચું ભાડું ચૂકવીને શીતલ પાર્ક સુધી આવવું પડી રહ્યું છે. જો આ ભૂલ સ્કૂટર ચાલકે કરી હોય તો તેણે ૭૦૦ રૂપિયા દંડ ભરવો પડે અને કાર ચાલકે કરી હોય તો તેણે ૧૦૦૦ રૂપિયાના દંડની ભરપાઈ કરવી ફરજિયાત છે સાથે સાથે ટોઈંગ સ્ટેશન સુધી જવા માટે રિક્ષા ભાડું ચૂકવવાનું એ અલગ…!


આ વ્યવસ્થાથી સૌથી વધુ સમસ્યા મહિલાઓને પડી રહી છે કેમ કે કોઈ મહિલા સ્કૂટર ચાલકનું વાહન ટો થાય એટલે તે હાંફળી-ફાંફળી થઈ જાય છે અને પોતાનું સ્કૂટર ક્યાં ગયું હશે તેને લઈને ચિંતીત બની જાય છે.

૧ જાન્યુ.થી ૧૮ સપ્ટેમ્બર સુધી કેટલા દંડની વસૂલાત
પ્રકાર – કેસ – દંડ – ચાર્જ – કુલ દંડ
ટોઈંગ ૭૩૮૯ ૩૬,૯૪,૫૦૦ ૧૩,૩૯,૧૦૦ ૫૦,૩૩,૬૦૦
ક્રેઈન ૫૮૪૫ ૨૯,૨૨,૫૦૦ ૨૧,૨૭,૯૦૦ ૫૦૫૦૪૦૦
ટોઈંગ ઓનલાઈન ૧૯૧૬ ૯,૭૬,૦૦૦ ૩,૪૬,૦૦૦ ૧૩,૨૨,૦૦૦
ક્રેઈન ઓનલાઈન ૧૩,૫૦,૦૦૦ ૧૦,૨૩,૨૦૦ ૨૩,૭૩,૨૦૦
કુલ૧૭૮૫૦ ૮૯,૪૩,૦૦૦ ૪૮,૩૬,૨૦૦ ૧,૩૭,૭૯,૨૦૦

૨૦૨૩માં કેટલો દંડ વસૂલાયો
પ્રકાર – કેસ – દંડ – ચાર્જ – કુલ દંડ
ટોઈંગ ૧૯૮૯૩ ૯૯,૪૬,૫૦૦ ૩૫,૦૬,૯૦૦ ૧,૩૪,૫૩,૪૦૦
ક્રેઈન ૧૪૦૩૨ ૭૦,૧૬,૦૦૦ ૪૧,૨૦,૮૦૦ ૧,૨૨,૩૬,૮૦૦
ટોઈંગ ઓનલાઈન ૫૩૨ ૨,૬૬,૦૦૦ ૮૧૮૦૦ ૩,૪૭,૮૦૦
ક્રેઈન ઓનલાઈન ૧૯૦૫ ૯,૫૨,૫૦૦ ૬,૮૬,૮૦૦ ૧૬,૩૯,૩૦૦
કુલ ૩૬૩૬૨ ૧,૮૧,૮૧,૦૦૦ ૮૩,૯૬,૩૦૦ ૨,૬૫,૭૭,૩૦૦

સરકારે પોલીસને અત્યારે એક જ જગ્યા ફાળવી છે, અન્ય જગ્યા માટે દરખાસ્ત કરશું: ડીસીપી
આ અંગે ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા પોલીસને અત્યારે શીતલ પાર્ક રોડ પર જ ટોઈંગ સ્ટેશન સંચાલિત કરવા માટે જગ્યા ફાળવેલી છે. જો કે શહેરની વસતી અને વિસ્તાર વધી રહ્યા હોય આ સમસ્યામાંથી લોકોને છૂટકારો મળી રહે તે માટે પોલીસ દ્વારા અન્ય જગ્યા ફાળવવા માટે દરખાસ્ત કરી શકાય તેમ હોવાથી આ અંગે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી આ અંગેની ફરિયાદો મળી રહી હોવાથી તંત્ર આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારણા કરશે.

ટોઈંગ થયેલું વાહન પોલીસ સ્ટેશનમાંથી છૂટે તો પણ મળે ઘણી `રાહત’
પ્રબુદ્ધ નાગરિકો દ્વારા એવું સુચન પણ કરવામાં આવ્યું છે કે જે વિસ્તારમાંથી વાહન ટોઈંગ થાય છે તે વિસ્તારના પોલીસ મથકમાંથી જ વાહન દંડ ભરપાઈ કરીને છોડવામાં આવે તો પણ ઘણી રાહત મળે તેમ છે. આમ થાય તો લોકોને છેક શીતલ પાર્ક સુધી લાંબું થવાની ફરજ ન પડે. આ ઉપરાંત અન્ય વૈકલ્પીક જગ્યા પણ ફાળવવામાં આવે તો લોકોને ફોગટફેરા બચી શકે. નિયમભંગ થાય એટલે દંડ થવો જ જોઈએ તેમાં કોઈ ઈનકાર ન કરી શકે પરંતુ હેરાનગતિ થાય તે બિલકુલ વ્યાજબી નથી.

Share Article

Other Articles

Previous

હવે લગ્નોત્સવ : 02 મહિનાના સમયગાળામાં, 35 લાખ લગ્ન યોજાશે, 4.25 લાખ કરોડનો થશે ખર્ચ

Next

આજે ભાજપ-કોંગ્રેસના ૭૨ કોર્પોરેટરો ભજવશે નાટક’ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
8 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
8 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
9 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
9 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

બેડી પાસે વાડી માંથી 472 બોટલ દારૂ પકડાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના લોકમેળામાં મોટી રાઈડસ માટે એક પણ અરજી મળી નથી: પોલીસ કમિશનર
ગુજરાત
10 મહિના પહેલા
વાંકાનેર : ગારીડા પાસે સનરાઈઝ મલ્ટી સ્ટીલ કારખાનામાં કુલદીપ સિંહ નામના 60 વર્ષીય વૃદ્ધનું રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા નીપજ્યું મોત
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
રાજકોટને જોઈ જૂના ચેન્નાઈની યાદ આવી: ડેનિયલ બાલાજી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર