એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
વડાપ્રધાને દિલ્હી-દહેરાદૂનના ૨૧૨ કિમીના સૌથી લાંબા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું, દેહરાદૂનમાં ભવ્ય રોડ શોમાં હજારો લોકો ઉમટી પડ્યા: જંગી સભા સંબોધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું. લોકો લાંબા સમયથી આ એક્સપ્રેસવેની રાહ જોઈ રહ્યા હતા. ૨૧૨ કિમી લાંબા આ એક્સપ્રેસવે બનાવવામાં ૧૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં દહેરાદૂનના સીએમ ધામી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પ્રદેશ પ્રમુખ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી જ્યારે સીએમ યોગી, રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાજ્યના બંને નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, પ્રદેશ પ્રમુખ સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાનો દેહરાદૂનમાં ભવ્ય રોડ શો થયો હતો જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતાદિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી રહેશે. મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સમૃદ્ધિની ગેરંટી આપે છે. આ એક્સપ્રેસવેથી ઉત્તરાખંડના પ્રવાસનને ફાયદો થશે. હવે ફક્ત ૨.૩૦ કલાકમાં જ દિલ્હીથી દેહરાદૂન પહોંચી શકાશે. જાહેર સભાને સંબોધતા એમણે કહ્યું કે રાષ્ટ્રના ભાગ્યની રેખાઓ શું છે? આપણા હાઇવે, એક્સપ્રેસવે, હવાઈમાર્ગ, રેલ્વે, જળમાર્ગો આપણા દેશની ભાગ્ય રેખાઓ છે, અને છેલ્લા દાયકાથી, આપણો દેશ ભારતને વિકસિત દેશ બનાવવા માટે આવી ભાગ્ય રેખાઓના વિકાસમાં સામેલ છે. છેલ્લા દાયકાથી, આપણી સરકાર દેશની વિકાસ રેખાઓમાં અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે. હું તમને કહીશ કે ૨૦૧૪ સુધી, સમગ્ર દેશમાં માળખાગત સુવિધાઓ માટે બે લાખ કરોડ રૂપિયા પણ ખર્ચવામાં આવ્યા ન હતા પરંતુ હવે એક વર્ષમાં ૧૨ લાખ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.
૧૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ ઘણા શહેરો સાથે સીધી કનેક્ટિવિટી લોજિસ્ટિક્સ, પર્યટન અને ઉદ્યોગને પ્રોત્સાહન પૂર્વીય પેરિફેરલ એક્સપ્રેસવે સાથે મજબૂત જોડાણ રિયલ એસ્ટેટનો ટે્રન્ડ બદલાશે અર્થવ્યવસ્થા મજબૂત બનશે માત્ર માર્ગ નહિ આર્થિક કોરિડોર બનશે ૫૦ થી વધુ ગામોને બેસ્ટ કનેક્ટિવિટી હોટેલ, રિયલ એસ્ટેટ,ઇન્ડસ્ટ્રીમાં ગતિ આવશે
