અમરનાથ યાત્રામાં જવા માટેની સંપૂર્ણ માહિતી, ક્યાં અને કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું અને શું ધ્યાન રાખવું?
જમ્મુ અને કાશ્મીરમાં દર વર્ષે યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટેના ઓફલાઇન Registration 15 એપ્રિલથી જ શરૂ થઈ ગયા છે. અને આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના રોજ પૂરી થશે. એટલે કે આ યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ એમ કુલ 38 દિવસ ચાલશે.
આ અમરનાથ યાત્રાનું સંચાલન શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB) દ્વારા કરવામાં આવે છે. અને આ જ SASBની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ આપવામાં આવી છે. અને હા એક ખાસ વાત કે રજીસ્ટ્રેશન વગર કોઈપણ ભક્ત આ યાત્રા કરી શકશે નહીં.

હવે જો તમે ઓનલાઈન Registration કરવા માંગો છો તો કેવી રીતે કરશો ?
તો તેના માટે તમારે SASB ની સત્તાવાર વેબસાઇટ jksasb.nic.in પર જવાનું છે અને ત્યાં જઈને તમારે બધા documentsની Digital copies અપલોડ કરવાની રહેશે. આ સાથે તમે તમારા ટ્રાવેલ સ્લોટને પણ અગાઉથી બુક કરાવી શકો છો.
એના માટે તમારે નીચે આપેલ સ્ટેપને ફોલો કરવાના રહેશે
- યાત્રા પરમિટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો
- રજિસ્ટર પર ક્લિક કરવાથી, એક ફોર્મ ખુલશે જેમાં તમારે મુસાફરીનો માર્ગ, મુસાફરીની તારીખ, પ્રવાસીની સંપૂર્ણ વિગતો અને તબીબી માહિતી ભરવાની રહેશે
- પાસપોર્ટ સાઇઝનો ફોટો, ID અને મેડિકલ સર્ટિફિકેટ અપલોડ કરો
- રૂપિયાની ચુકવણી કરો અને ત્યારબાદ યાત્રા પરમિટ ડાઉનલોડ કરો
અને જો તમે ઑફલાઇન રજીસ્ટ્રેશન કરવા માંગતા હોવ તો એ કઈ રીતે અને ક્યાં કરવાનુ?
તો અમરનાથ યાત્રા માટે દેશભરમાં 533 બેંક શાખાઓ નિયુક્ત કરવામાં આવી છે. જેમાં પંજાબ નેશનલ બેંક (PNB) ની 309 શાખાઓ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની 99, જમ્મુ અને કાશ્મીર બેંક (JK બેંક) ની 91 અને યસ બેંકની 34 શાખાઓનો સમાવેશ થાય છે, જ્યાં જઈને તમારે KYC કરવાનું રહેશે અને Health certificate સબમિટ કરવું પડશે.

પણ હવે સવાલ એ થાય કે આ રજીસ્ટ્રેશન માટે કયા documentsની જરૂર પડશે?
તો તેના માટે તમારે નીચે આપેલ ડોક્યુમેન્ટસની જરૂર પડશે
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- આધાર કાર્ડ, પાસપોર્ટ, Voter ID , ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી કોઈપણ એક
- તમારા રાજ્યના authorized doctor દ્વારા ચકાસાયેલ Health certificate

અને સૌથી ખાસ વાત કે શું આ યાત્રા માટે કોઈ travel fee છે કે નહીં ?
તો એનો જવાબ છે હા, આ યાત્રા માટે travel fee પણ છે.
શ્રાઇન બોર્ડ અનુસાર, અમરનાથ યાત્રાના Registration માટે per person 220 રૂપિયા travel fee છે. જે ગયા વર્ષે per person 150 રૂપિયા હતી.
હવે કેવા લોકો આ અમરનાથ યાત્રા કરી શકશે નહીં?
તો 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો , 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છ અઠવાડિયાથી વધુ Pregnant women આ યાત્રા નહીં કરી શકે.
અમરનાથ યાત્રા દરમિયાન શું સાવચેતીઓ રાખવી જોઈએ?
- તો જેમ જેમ તમે વધુ ઊંચાઈ પર પહોંચો છો તેમ તેમ ઓક્સિજનનું સ્તર ઘટી શકે છે. આવી સ્થિતિમાં, ધીમે ધીમે ચઢો અને પુષ્કળ પાણી પીઓ.
- જો તમને ચક્કર, માથાનો દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય, તો તાત્કાલિક તબીબી સહાય મેળવો.
- અમરનાથ વિસ્તારમાં હવામાન બદલાતું રહે છે. તેથી, ગરમ કપડાં, રેઈનકોટ, વિન્ડચીટર અને ટ્રેકિંગ શૂઝ તમારી સાથે રાખો.
- અમરનાથ યાત્રા દરમિયાન અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ સલામતી સૂચનાઓનું પાલન કરો. એકલા મુસાફરી કરવાનું ટાળો અને ગ્રુપમાં રહો.
- જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન, ઘણી જગ્યાએ રૂટ ડાયવર્ઝન કરવામાં આવે છે, જ્યારે કેટલાક રૂટ પર મુસાફરીનો સમય નિશ્ચિત હોય છે. તે ધ્યાનમાં રાખીને, તમારા મુસાફરીના સમયનું આયોજન કરો.