રાજકોટમાં રિક્ષા ચાલકોની દાદાગીરી : રસ્તા પરથી રિક્ષા સાઇડમાં લેવાનું કહેતા ST બસના ડ્રાઇવર-કંડકટર પર હુમલો
રાજકોટના એસટી ડેપોના કર્મચારી કંડકટર તથા ડ્રાઇવર પર ગતરાત્રીના ગોંડલ ચોકડી પાસે રિક્ષા ચાલક ત્રિપુટીએ છરી વડે હુમલો કરતાં બંનેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રસ્તા વચ્ચે રિક્ષા ઉભી હોય બસ ડ્રાઇવરે હોર્ન વગાડી રિક્ષા સાઈડમાં લેવાનું કહેતાં લુખ્ખાગીરી પર ઉતરી આવી હુમલો કર્યો હતો. આજીડેમ પોલીસે બસ ચાલકની ફરિયાદ નોંધી રિક્ષાચાલક સહિતની ત્રિપુટીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
ફરિયાદની વિગતો મુજબ મવડી પાળ રોડ પર મીરાબઈ ટાઉનશીપ ફૅલેટ નં.12/305માં રહેતા કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.43) ગોંડલ રૂટમાં ડ્રાઇવર તરીકે અને મવડી પ્લોટના ઉદયનગરમાં રહેતા સંદિપસિંહ ગુલાબસિંહ પરમાર કંડકટર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે રાત્રે ગોંડલથી બસ લઇને રાજકોટ આવી રહ્યા હતા. ગોંડલ રોડ ચોકડી પાસે ઓવરબ્રિજ નજીક રિક્ષા રસ્તામાં ઊભી હતી જેથી બસ ચાલકે હોર્ન વગાડી રિક્ષા સાઇડમાં લેવાનું કહેતાં રિક્ષા ચાલક અને તેની સાથે રહેલા શખસોએ ગાળાગાળી કરી હતી અને ધોકો લઇ મારવા ધસી આવ્યા હતા.
બસ ચાલક પર રિક્ષા ચાલક સંજયે છરીથી હુમલો રાજકોટના એસટી ડેપોના કર્મચારી કંડકટર તથા ડ્રાઇવર પર ગતરાત્રીના ગોંડલ ચોકડી પાસે રિક્ષા ચાલક ત્રિપુટીએ છરી વડે હુમલો કરતાં બંનેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રસ્તા વચ્ચે રિક્ષા ઉભી હોય બસ ડ્રાઇવરે હોર્ન વગાડી રિક્ષા સાઈડમાં લેવાનું કહેતાં લુખ્ખાગીરી પર ઉતરી આવી હુમલો કર્યો હતો. આજીડેમ પોલીસે બસ ચાલકની ફરિયાદ નોંધી રિક્ષાચાલક સહિતની ત્રિપુટીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
ફરિયાદની વિગતો મુજબ મવડી પાળ રોડ પર મીરાબઈ ટાઉનશીપ ફૅલેટ નં. 12/305માં રહેતા કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.43) ગોંડલ રૂટમાં ડ્રાઇવર તરીકે અને મવડી પ્લોટના ઉદયનગરમાં રહેતા સંદિપસિંહ ગુલાબસિંહ પરમાર કંડકટર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે રાત્રે ગોંડલથી બસ લઇને રાજકોટ આવી રહ્યા હતા. ગોંડલ રોડ ચોકડી પાસે ઓવરબ્રિજ નજીક રિક્ષા રસ્તામાં ઊભી હતી જેથી બસ ચાલકે હોર્ન વગાડી રિક્ષા સાઇડમાં લેવાનું કહેતાં રિક્ષા ચાલક અને તેની સાથે રહેલા શખસોએ ગાળાગાળી કરી હતી અને ધોકો લઇ મારવા ધસી આવ્યા હતા. બસ ચાલક પર રિક્ષા ચાલક સંજયે છરીથી હુમલો
ટ્રાફિક પોલીસ અધિકારીઓને રિક્ષાઓનો ત્રાસ દેખાતો જ નથી!
રાજકોટમાં ગોંડલ રોડ ચોકડી, અન્ય ઘણા પોઇન્ટસ પર મુસાફરો માટે ઓટો રિક્ષાઓ, સટલ રિક્ષાઓ આડેધડ ખડકાયેલી રહે છે. ટ્રાફિક પોલીસ વાહનોના ચેકિંગમાં ઉભી હોય છે. ટુ વ્હીલર્સ કે કાર લઇને નીકળતા વાહન ધારકોની નંબર પ્લેટો ન હોય ફેન્સી હોય કે સીટ બેલ્ટ ન હોય તો દૂરથી દેખાય જાય છે. નિયમ ભંગ કરે છે તો કાર્યવાહી કરે અ યોગ્ય છે પરંતુ ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને સ્ટાફને આડેધડ ઉભેલી રહેતી રિક્ષાઓ કયારેક તો એક નહીં બે-બે લાઇનમાં રિક્ષાઓ અર્ધા રસ્તાઓ રોકીને ઉભી હોય છે. ઠસોઠસ મુસાફરો ભરે તે ટ્રાફિક પોલીસ કે અન્ય પોલીસ ને દેખાતુ નથી. પોલીસની આવી રિક્ષ તરફે ઢીલી કે આંખ મિંચામણા કરવાની નીતિથી રિક્ષા ચાલકો દાદાગીરી કરતા ખચકાતા નથી ગમે ત્યાં ઝગડા પર ઉતરી આવતાં હોય છે બધા રિક્ષા ચાલકો એક સરખા પણ હોતા નથી, સારા નિયમમાં રહેવા વાળા પણ રિક્ષા ચાલકોને આવા રિક્ષા ચાલકોના કારણે બદનામી કે સહન કરવુ પડતું હોય છે.