હરિયાણામાં કોંગ્રેસને મોટો ફટકો ; ધારાસભ્ય કિરણ ચૌધરી આવતીકાલે ભાજપમાં જોડાશે
ચુંટણીમાં ટિકિટ વિતરણમાં કાવતરા થયાનું દુખ; પુત્રી શ્રુતિ પણ ભાજપમાં આવશે
હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. તોશામથી કોંગ્રેસના ધારાસભ્ય કિરણ ચૌધરી પાર્ટીથી નારાજ છે અને બુધવારે એટલે આવતીકાલે ભાજપમાં જોડાઈ શકે છે. કિરણ ચૌધરી ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ શકે છે. રાજ્યમાં આ પહેલીવાર હશે જ્યારે દેવીલાલ, ભજનલાલ અને બંસીલાલ પરિવાર ભાજપમાં સાથે હશે. કિરણ ચૌધરીએ લોકસભા ચૂંટણીમાં રાવ દાન સિંહનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. કિરણ ચૌધરી પોતાની દીકરી શ્રુતિ ચૌધરીની ટિકિટ કેન્સલ થવા પર નારાજ હતા.
બે દિવસ પહેલા ભિવાનીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કિરણ ચૌધરીએ પાર્ટી છોડવાના સંકેત આપ્યા હતા. કિરણ ચૌધરીની સાથે તેમની પુત્રી પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરી પણ ભાજપમાં જોડાશે. રાજધાની દિલ્હીમાં બંને ભાજપમાં જોડાઈ શકે છે.
બે દિવસ પહેલા કોંગ્રેસના દિગ્ગજ અને ગતિશીલ નેતા કિરણ ચૌધરીએ ફરીથી પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસનું કોઈ ભવિષ્ય દેખાતું નથી. તેમણે કોંગ્રેસ છોડવી એ ભગવાનની ઈચ્છા છે તેમ કહીને મોટો રાજકીય ધડાકો કરવાના સંકેતો આપ્યા હતા.