દિલ્હીમાં જાહેર માર્ગ પર ધાંય ધાંય. જીમ માલિકની ગોળીઓ ધરબી હત્યા
સ્કૂટર પર આવેલા શખ્સોએ વીંધી નાખ્યો
લોરેન બી શ્નોઇ ગેંગે હત્યાની જવાબદારી લીધી
સાઉથ દિલ્હીની ગ્રેટર કૈલાશ 1 કોલોનીમાં ગુરુવારે રાત્રે 10.30 વાગ્યાના અરસામાં જાહેર માર્ગ પર અફઘાન મૂળ ધરાવતા જીમનેશિયમના માલિક નાદિર શાહ( ઉંમર વર્ષ 35 ) ની સ્કૂટર પર આવેલા બે શખ્સોએ અંધાધુંધ ગોળીબાર કરીને હત્યા કરી હતી. આ હત્યાની જવાબદારી લોરેન બિશ્નોઇગેગ સાથે સંકળાયેલા ગુંડાએ લીધી હતી.
હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નાદિર શાહ એક શખ્સ સાથે વાત કરતો હતો ત્યારે સ્કૂટર પર બે શખ્સ આવ્યા હતા અને તે પૈકીના એક શખ્સે આઠ રાઉન્ડ ફાયર કરતા નાદિર શાહ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો. તેની સાથે રહેલો શખ્સ નીચે બેસી જતા જોનકે આબાદ ઉગરી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ નાદિર શાહ દુબઈમાં પણ બિઝનેસ ચલાવે છે. તેના નામે અનેક ગુના બોલતા હોવાનું જાણવા મળેલ છે. હત્યાનો ભોગ બનેલો નદિર પોલીસનો બાતમીદાર હતો અને દિલ્હીના અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંબંધ ધરાવતો હોવાનું માનવામાં આવે છે.
આ હત્યાની જવાબદારી લોરેન બિશ્નોઇ ગેંગના ગોલ્ડી બ્રાર નો જમણો હાથ ગણાતા સંદીપ ગાદ્રા એ લીધી હતી. સોશિયલ મીડિયા પર તેણે જણાવ્યું કે તેમની બિઝનેસ ડીલમાં નાદિર શાહ વિઘ્નરુપ બનતો હતો. તેણે ચેતવણી આપી કે જો બીજા કોઈ એવી હિંમત કરશે તો તેનો અંજામ પણ આવો જ આવશે.