એનસીઇઆરટીના પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદનું ચેપ્ટર હટાવાયું
ધો.12ના પોલિટિકલ સાયન્સ પુસ્તકમાં મોટાપાયે ફેરફારો થયા: નવું સુધારેલું પાઠ્યપુસ્તક માર્કેટમાં આવી ગયું
એનસીઇઆરટીના પાઠ્યપુસ્તકોમાં મોટાપાયે ફેરાફર કરવામાં આવ્યા છે અને ઘણા લાંબા સમયથી જેની ચર્ચા હતી તે પગલું લેવાય ગયું છે અને બાબરી મસ્જિદનું ચેપ્ટર પાઠ્યપુસ્તકમાંથી હટાવી દેવામાં આવ્યૂ છે. આ બારામાં છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી.
ધો.12નું પાઠ્યપુસ્તક એટલે કે પોલિટિકલ સાયન્સ બદલાયેલું માર્કેટમાં આવી પહોંચ્યું છે અને તેમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે. સૌથી મોટો ફેરફાર અયોધ્યા વિવાદના ટૉપિકને લઈને થયો છે અને તેમાં બાબરી મસ્જિદનો કોઈ ભાગ રાખવામાં આવ્યો નથી અને તેને હટાવી દેવામાં આવ્યો છે.
પાઠ્યપુસ્તકમાં મસ્જિદ નામ લખવાના બદલે ત્રણ ગુંબદવાળી ઇમારત લખવામાં આવી છે. અયોધ્યા વિવાદના ટૉપિકને ચારનાં બદલે બે પેજમાં કરી દેવામાં આવ્યું છે. અયોધ્યા વિવાદની જાણકારી આપતા જૂના વર્ઝન સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે.
નવા પાઠ્યપુસ્તકના આ ચેપ્ટરમાં મુગલ બાદશાહ બાબરનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. નવા પુસ્તકમાં એવું લખવામાં આવ્યું છે કે, એક ત્રણ ગુંબદવાળી ઇમારત હતી જે 1528માં રામના જન્મ સ્થળ પર બનાવવામાં આવી હતી. આ ઈમારતની બહારના ભાગમાં હિન્દુ પત્રિકો અને અવશેષો જોવા મળતા હતા. આ રીતે અયોધ્યા ચેપ્ટરમાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે.