રાજકોટના વધુ એક સ્પામાંથી કુટણખાનું પકડાયું : રૂ.3500 લઈ ગ્રાહકને ગલગલિયા કરાવતા’તા, મહિલા સહિત 2ની ધરપકડ
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પાના નામે ધમધમતા કુટણખાના ઉપર દરોડા પાડી ગોરખધંધા બંધ કરાવાઈ રહ્યા છે. આવું જ એક કુટણખાનું નાનામવા મેઈન રોડ પર આર.કે.વિલા કોમ્પલેસમાં વેલ્વેટ વિસ્ટા સ્પાના નામે સંચાલિત થઈ રહ્યું હતું જ્યાં દરોડો પાડી મહિલા સહિત બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી.
એએચટીયુ પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટ સહિતની ટીમે વેલ્વેટ વિસ્ટા સ્પામાં દરોડો પાડી વિક્રમ મહેશભાઈ વિશ્વકર્મા (ઉ.વ.26) અને નિર્મલા રામસીંગભાઈ ટમટા (ઉ.વ.30)ને પકડી પાડી પૂછપરછ કરતા આ બન્ને સ્પામાં ગ્રાહક પાસેથી 2500 રૂપિયા લેતા હતા જેમાંથી 1500 રૂપિયા સ્પામાં રહેલી યુવતીને આપવામાં આવતા હતા જ્યારે 1000 રૂપિયા આ બન્ને રાખી લેતા હતા. જ્યારે ગ્રાહક પાસેથી એન્ટ્રી ફી પેટે એક હજાર રૂપિયા અલગથી લેવામાં આવતા હતા.
આ પણ વાંચો :તું કેમ હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આડા પગ નાખે છે’ કહી રાજકોટના આગેવાનને ધમકી, વાંચો શું છે સમગ્ર મામલો
આમ એક વ્યક્તિ પાસેથી 3500 રૂપિયા વસૂલી દેહ વ્યાપાર કરવામાં આવી રહ્યો હોય દરોડો પાડી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સ્પામાંથી 37000 રોકડ, ત્રણ મોબાઈલ સહિત 72000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
