Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આ રીતે ફસાવ્યો હતો અમિતને…રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં યુવતીએ મોં ખોલતા બે એડવોકેટની ધરપકડ

Thu, May 8 2025

રીબડાના વતની અમિત દામજીભાઈ ખૂંટના આપઘાત કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલી પૂજા રાજગોર નામની આરોપી યુવતીએ મોં ખોલતા ગોંડલ અને રાજકોટના બે એડવોકેટની સંડોવણી સાથે પૂર્વયોજિત કાવતરૂ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગોંડલ પોલીસે રાજકોટમાં રહેતા એડવોકેટ સંજય હેમતભાઈ પંડિત અને ગોંડલના એડવોકેટ કોંગ્રેસ કાર્યકર દિનેશ પાલાભાઈ પાતરની ધરપકડ કરી છે. હવે યુવતીને નાણાકીય, નોકરીની તથા લાઈફ બનાવી દેવાની લાલચ આપી સમગ્ર કાંડના સુત્રધાર સુધી પહોંચવા પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા છે.

રીબડાનો વતની અને રાજકોટમાં રહેતા અમિત ખૂંટને સગીરા સાથે મોબાઈલમાં સંપર્ક થયો હતો. તેણીને ગત શુક્રવારે કારમાં લઈ જઈને અમિતે દૂષ્કર્મ ગુજાર્યાના આરોપસર અમિત સામે બીજા દિવસે ગત શનિવારે રાજકોટ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના બે દિવસ બાદ અમિત ખૂંટે પોતાની વાડીએ રીબડા ગામે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાને બનાવ સોમવારે સવારે જાહેર થયો હતો. અમિતના ખીસ્સામાંથી સ્યુસાઈડ નોટ નીકળી હતી જેમાં તેને યુવતીએ ફસાવ્યો હતો. હનીટ્રેપ થઈ હતી અને બદનામીના કારણે પોતે આપઘાત કરી રહ્યાનું સમગ્ર પ્રકરણ પાછળ રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા તથા રાજદીપનો હાથ હોવાના આક્ષેપો સ્યુસાઈડ નોટમાં થયા હતા. જે આધારે પોલીસે બે યુવતી, અનિરૂધ્ધસિંહ તથા તેના પુત્ર રાજદીપ વિરૂધ્ધ આપઘાતની ફરજ પાડવાના આરોપસર સોમવારે સાંજે ગુનો નોંધ્યો હતો.

રેન્જ IG અશોકુમાર યાદવ, SP હિંમકરસિંહ, DYSP સીમરન ભારદ્વાજ તથા અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજકોટ રૂરલ LCB, PI વી.વી. ઓડેદરા, ગોંડલ તાલુકા PI એ.સી. ડામોર તથા ટીમોએ તપાસ આરંભી હતી. બન્ને યુવતીને સકંજામાં લઈ ધરપકડ કરી પૂછતાછ કરાઈ હતી જેમાં આરોપી પૂજાએ આપેલી કેફિયતના આધારે બન્ને એડવોકેટ સંજય પંડિત તથા દિનેશ પાતરની ધરપકડ કરાઈ છે.

પૂજાએ વટાણા વેરી નાખ્યા

પૂજાએ પોલીસ સમક્ષ મોં ખોલી વટાણા વેરી નાખ્યા હતા જેમાં અમિત ખૂંટને ફસાવવા માટે પૂજાના ટચમાં રહેલા એક વ્યક્તિ પૂજાને મળ્યો હતો. તેણે અમિતને સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી પ્રેમ સંબંધમાં લઈ શરીર સંબંધ બાંધી ખોટી બળાત્કારની ફરિયાદ કરવા કહ્યું હતું. બદલામાં લાઈફ બની જશે, સારામાં સારી જોબ મળશે. લાલચમાં આવેલી પૂજાએ અમિતને ફસાવવા જાળ ગોઠવી હતી.

સગીરાને તૈયાર કરીને અમિતને જાળમાં લીધો હતો !

પૂજાએ તેની સાથે પરિચયમાં રહેલી સગીરવયની અને મોડલિંગ કામ કરતી સગીરાને પણ નાણાંની જરૂરિયાત હોય અમિત સાથે સંપર્ક કરવા અને ફરિયાદ નોંધાવવા સુધી તૈયાર કરી હતી. સગીરાએ બનાવના દશેક દિવસ પૂર્વે અમિત સાથે સોશિયલ મીડિયા મારફત સંપર્ક સાધ્યો હતો. ફરિયાદ કરાવવા સંબંધે બન્ને એડવોકેટ પંડિત અને પાતર સાથે રહેશું તેવું પૂજાને કાવતરુ ગોઠવનાર શખસે કહ્યું હતું. પૂજા, સગીરાના મોબાઈલ ફોન કબજે લેવાયા છે. પૂજાને તૈયાર કરનાર મીડિયેટર હાથમાં આવ્યા બાદ એ મીડિયેટરને કોઈએ કામ સોંપ્યું હતું કે મીડિયેટરે જાતે જ સમગ્ર કાંડ ગોઠવ્યું હતું ? તે ખૂલશે તેવું કહીને પોલીસ અધિકારીએ હાલના તબક્કે મીડિયેટરના નામે મગનું નામ મરી પાડ્યું ન હતું. ફરિયાદમાં આરોપ છે એ મુજબ પિતા-પુત્ર અનિરૂધ્ધસિંહ, રાજદીપ મીડિયેટર સાથે સંપર્કમાં હતા કે તેઓએ કામ સોંપ્યું હતું ? એ બાબતે પણ પોલીસ અધિકારીએ કહ્યું કે હાલ તો આવું કાંઈ સ્પષ્ટ થયું નથી. મીડિયેટર સકંજામાં આવી ગયો હોવાનું જાણવા મળે છે. બન્ને યુવતીને નાણાં ચૂકવાય એ પૂર્વે જ ઘટસ્ફોટ થતાં હાલ તો જેલની હવા ખાવાનો વખત આવ્યો.

Share Article

Other Articles

Previous

બોક્સ ક્રિકેટ 400, સ્નૂકર 100 રૂપિયા…રાજકોટના KKV બ્રિજ નીચે ગેમઝોન ભાડે આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ, જાણો A TO Z માહિતી

Next

JCBએ એક ચાંચ મારી’ને ગાંઠિયા ખાઈ રહેલા માતા-પુત્રી સહિત ચાર લોકો ભડથું થઈ ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
13 મિનિટutes પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
39 મિનિટutes પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
46 મિનિટutes પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હાઈ-વે પર ખૂંટિયાને કારણે ૩ યુવાનોનો જીવનદીપ બુઝાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
પહેલાં વૈકલ્પિક જગ્યા આપો પછી લોકોને ઘરવિહોણા કરો !
રાજકોટ
1 વર્ષ પહેલા
ધોરાજીમાં ગેસની પાઇપલાઇન લીકેજ થતા ઘરમાં આગ લાગી : 80 વર્ષના મહિલાનું મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
IPLમાં પહેલીવાર ધોની-રોહિત-કોહલી કેપ્ટન નહીં હોય
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર