Air India Pilots Retirement Age : એર ઇન્ડિયાના પાઈલોટની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો,58થી વધારીને 65 કરાઈ
ટાટા ગ્રુપનો ભાગ બનેલી એરલાઇન કંપની એર ઇન્ડિયાએ તેના પાઇલટ્સની નિવૃત્તિ વય વધારવાનો નિર્ણય લીધો છે. હવે પાઇલટ્સ 58 વર્ષની જગ્યાએ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. બાકીના કર્મચારીઓ માટે પણ નિવૃત્તિ વય 58 થી વધારીને 60 વર્ષ કરવામાં આવી છે. એર ઇન્ડિયામાં લગભગ 24,000 કર્મચારીઓ છે. આમાં 3,600 પાઇલટ્સ અને 9,500 કેબિન ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. જોકે,કેબિન ક્રૂ સભ્યોની નિવૃત્તિ વય પણ પાઇલટ્સની જેમ 65 વર્ષ કરવામાં આવી છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઇ નથી.
આ પણ વાંચો : રાજકોટ મનપાની ચૂંટણી : ત્રણેય પક્ષ માટે રાત થોડી અને વેશ ઝાઝા! ભાજપ માટે 2021ની જેમ સરળ રસ્તો નહીં હોય તે નક્કી
સૂત્રોએ ખુલાસો કર્યો છે કે અગાઉ વિસ્તારા એરલાઇન્સના પાઇલટ્સ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થતા હતા. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે નવેમ્બરમાં વિસ્તારાનું એર ઇન્ડિયા સાથે મર્જર થયું હતું. તેથી, પાઇલટ્સની નિવૃત્તિ વય 65 વર્ષ કરવામાં આવી છે. આનાથી બધા પાઇલટ્સ માટે નિયમો સમાન બનશે.” એર ઇન્ડિયાના સીઇઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને એક બેઠકમાં નિવૃત્તિ વયમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : ‘કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી’…હત્યા કેસમાં જેલ બહાર આવતાની સાથે જ શખ્સે યુવતીની કરી પજવણી
ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએના નિયમો અનુસાર, વાણિજ્યિક પાઇલટ્સ 65 વર્ષની ઉંમર સુધી વિમાન ઉડાડી શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, “પહેલાં એર ઇન્ડિયા અને વિસ્તારાના પાઇલટ્સમાં કેટલાક મુદ્દાઓ અંગે અસંતોષ હતો. આમાં અલગ અલગ નિવૃત્તિ વય પણ શામેલ હતી. હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે.” વર્ષ 2022 માં, એર ઇન્ડિયાને ટાટા ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી હતી. ટાટા ગ્રુપે તેને ફરીથી નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પાંચ વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
