રાજકોટનો એક એવો રસ્તો જ્યાં કમરના કટકા થવાની ગેરેન્ટી !!
- અયોધ્યા ચોકમાં સીનર્જી હોસ્પિટલ તરફ જતાં રોડની બિસ્માર હાલત : અનેક રજૂઆતો છતાં તંત્રને આ રસ્તાની મરામત કરવામાં રસ જ નથી
- 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોકથી અંદરની તરફ જતાં તમામ રસ્તાઓ ખખડધજ બની ગયા : લતાવાસીઓના મોઢે એક પ્રશ્ન વિસ્તારનો વિકાસ થયો પરંતુ માર્ગનો ક્યારે ?
વોઇસ ઓફ ડે રાજકોટ
સ્માર્ટ સિટી કહેવાતું રાજકોટ માત્ર નામનું જ છે. જેનો પુરાવો શહેરના મગરની પીઠ સમા રોડ રસ્તા જ આવી રહ્યા છે. અને તંત્ર જાને આંધળું હોય તેમ તેને ખાડા પડેલા રોડ દેખાતા જ ન હોય તેવું માલૂમ પડી રહ્યું છે. જેથી આ વાર તંત્રના કાન સુધી પહોંચાડવાની નેમ વોઇસ ઓફ ડે દ્વારા લેવામાં આવી છે. અને શહેરના બિસ્માર થયેલા રસ્તાઓની સાચી તસવીરો પ્રસિદ્ધ કરવાના છીએ. ત્યારે આજે અયોધ્યા ચોકમાં આવેલી સીનર્જી હોસ્પિટલ અને એચ.સી.જી હોસ્પિટલ સુધી જતાં માર્ગની એટલી હદે ખરાબ હાલત બની છે. કે લોકો જો અહી વાહન સાથે પસાર થાય તો તેને વાહન સાથે પોતાનો પણ વીમો કરવો જરૂરી બન્યો છે.

150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસેના વિસ્તારનો બુલેટ ટ્રેનની ગતિએ વિકાસ થઈ રહ્યો છે.અને બિલ્ડિંગ પર બિલ્ડિંગ બની રહી છે.પરંતુ અહીના રોડ રસ્તાની મરામત કરવાનું કામ જાને તંત્ર ભૂલી જ ગયું હોય તેવું માલૂમ પડી રહ્યું છે.અહી ના રસ્તાઓ એટલી હદે બિસ્માર બની ગઈ છે.કે લોકોને પોતાના જીવના જોખમે વાહન ચલાવવા પડે છે.અયોધ્યા ચોકમાંથી એક રસ્તો સીનર્જી હોસ્પિટલ અને એચ.સી.જી હોસ્પિટલ પસાર થાય છે. પરંતુ તે રસ્તાની હાલત એટલી બિસ્માર બની છે. કે,તેને રસ્તો કહેવાને લાયક નથી.આ રસ્તાનું કામ કરવા માટે હોસ્પિટલના સંચાલકો અને લતાવાસીઓએ અનેક વાર તંત્રને જાણ કરી હશે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હળ્યું ન હતું.

જેથી હવે તો એવું લાગી રહ્યું છે કે,તબીબોને તેમના દર્દીઓની સાથે રસ્તાની પણ સારવાર પોતાને જ કરવી જોશે. કેમ કે અહી પદાધિકારીઓને તો વિકાસ કરવાંઆ રસ રહ્યો નથી. સીનર્જી હોસ્પિટલમાં તો મંત્રી સુધીનાને સારવાર આપવામાં આવી છે.છતાં પણ અહી રસ્તાનું મરામત કરવામાં આવતી નથી.અને માત્ર આ એક જ રોડ નહીં પરંતુ ચોકમાં આવેલા ગોકુલ મથુરા બિલ્ડિંગ પાસેથી જતાં રસ્તાની પણ આ જ પ્રકારની હાલત છે.જે તમે તસવીરમાં જોઈ શકો છો.અને ત્યાંથી આગળ આવેલા ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગ પાસે જતાં રોડની પણ જ એજ હાલત છે. જેથી બિલ્ડિંગો તો ઘણી આ વિસ્તારમાં બનાવી દેવામાં આવી છે.પરંતુ અહીના રસ્તાઓ પણ કોઈના દ્વારા ધ્યાન દેવામાં જ નથી આવી રહ્યું.