મહારાષ્ટ્રમાં 50 બળવાખોર ઉમેદવારો બંને ગઠબંધન માટે શિરદર્દ સમાન બન્યા
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે ) અને અજીત પવારની એનસીપીના બનેલા મહાયૂતી ગઠબંધન તેમજ કોંગ્રેસ, શિવસેના (ઠાકરે) અને એનસીપી અજીત પવારના મહા વિકાસ અઘાડી ગઠબંધનના 50 કરતાં વધારે નેતાઓ અને કાર્યકરોએ બળવો કરી ઉમેદવારી નોંધાવતા બધા પક્ષોના રાજકીય ગણિત ખોરવાઈ જવાનો ખતરો ઉભો થયો છે.
મહાયુતીના 36 બળવાખોર નેતાઓએ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી છે. તેમાં સૌથી વધારે ભાજપના 19 અસંતુષ્ટો મેદાનમાં છે. તે પૈકીના 10 બળવાખોરોએ શિવસેના (શિંદે)ના ઉમેદવારો સામે ઝંપલાવ્યું છે. સામા પક્ષે સિંધી ની શિવસેનાના ચાર બળવાખોર નેતાઓ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે મેદાનમાં છે. આ સંજોગોમાં હિન્દુ મતોનું વિભાજન મહાયુતીની બાજી બગાડી શકે છે.શિંદેની શિવસેનાના કુલ 16 નેતાઓએ વિવિધ બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે.
બીજી તરફ મહાવિકાસ અઘડિમાં કોંગ્રેસના 10 સહિત કુલ 14 બળવાખોરો મેદાનમાં છે. ચાર બેઠકો પર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો સામે જ કોંગ્રેસમાં બળવો થયો છે. માનખુર્દ શિવાજીનગર ની બેઠક પર મહા વિકાસ ભગાડીના ઘટક પક્ષ સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના અધ્યક્ષ અબુ આઝમી સામે શિવસેના ઠાકરેના નેતાએ બળવો કરી ઉમેદવારી નોંધાવી છે.