એક જ વિસ્તારમાં દારૂના 38 ધંધાર્થી ! રાજકોટમાં ડિમોલિશન સાથે પોલીસની પણ પોલ ખુલી
રાજ્યના ગૃહવિભાગ, ડીજીપીની અસામાજિક તત્વો પર ઘોંસ બોલાવવાની ગેરકાયદે દબાણો હટાવવાની સૂચના કે અભિયાનની કાર્યવાહી રાજકોટ શહેરમાં પણ પૂરજોશમાં ચાલી રહી છે જે સારી બાબત છે પરંતુ આજે હાથ ધરાયેલા ડિમોલિશનમાં પોલીસની પણ જાણે પોલ ખુલી ગઈ હોય તેમ એક જ વિસ્તારમાં 38-38 બુટલેગરોનો અડિંગો કે જાણે વિસ્તાર દારૂના ધંધાર્થીઓ માટેનો સલામત સાથે રહેવાનો એરિયા હોય તેવું પોલીસે જ જાહેર કરેલી યાદીમાં દેખાયું છે. સ્માર્ટ સિટીને નજીક આવેલા અને દારૂના ધંધાર્થીઓ, અસામાજિક, ગુનાઈત તત્વોના દબાણ કે રહેઠાણવાળા રૈયાધાર, રૈયા વિસ્તારમાં આજે રાજકોટ શહેર પોલીસે ડિમોલિશન હાથ ધરીને મહિલાઓ, પુરૂષો મળી 38 બુટલેગરના મકાનો, ઓરડીઓના બાંધકામો તોડી પાડયા છે એ સારું કે સરાહનીય કાર્ય કહી શકાય પરંતુ 610ચોરસ મીટરના વિસ્તારમાં જ 38-38 બુટલેગર્સના ઠેકાણા, દબાણો નીકળે એ પણ આશ્ચર્યજનક કે પોલીસની પોલ જેવું કહી શકાય રૈયાધાર વિસ્તાર દારૂનું કે અસામાજિકતત્વોનું પીઠું કે અડ્ડો હોય તેવું આજે પોલીસે જ જાહેર કરેલા લિસ્ટ પરથી દેખાયું છે. પુરૂષ તો ઠીક પરંતુ આ વિસ્તારમાં દારૂ બનાવવા, વેચવામાં મહિલાઓ પણ જાણે બેખૌફ હોય તે રીતે 20 મહિલાઓના દબાણો દૂર થયા તેમાં જાનુ અને રૂપલ બે મહિલા તો એવી છે કે 20થી વધુ વખત દારૂમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે. જ્યારે ઘણીખરી મહિલા 10 વખત પકડાઈ ચૂકી છે.
રૈયાધાર દારૂ માટેનો હાથવગો વિસ્તાર હોય કે હશે તેમ પોલીસે આ જ વિસ્તારમાં દારૂના ૪૦૦થી વધુ વખત દરોડા પાડી દારૂ પકડયો છે. દારૂની સાથે ચોરી, વાહનચોરી, ચિલઝડપ કે આવા ગુનાઓ આચરતા ગુનેગારોનું પણ રહેણાંકો કે દબાણો છે. રાજકોટ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી પણ દારૂના દરોડા પાડતી રહે છે. યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના રૈયાધાર વિસ્તારમાં આજે ડિમોલિશન થયું ત્યારે અજાણ્યા કે ન જાણતા અથવા તો ક્યારેય આ વિસ્તારમાં ન ગયેલા પોલીસકર્મીઓ કે અધિધકારીઓને પણ ખ્યાલ પડ્યો હશે કે અહીં તો 38-38દારૂના ધંધાર્થીઓ કે આવા અન્ય ગુનેગારો, અસામાજિક તત્વોના અડ્ડા, દબાણો છે.
પોલીસને પણ કદાચ દારૂના કે આવા કેસ બતાવવા કે કરવાના હોય તો કદાચ રૈયાધાર વિસ્તારમાં રાઉન્ડ લગાવી લેવાતો હશે. હશે. સ્માર્ટ સિટી, બિલ્ડરોની કરોડોની સાઈટો કે અન્ય કોઈ બાબત અથવા તો આવા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી ગુનેગારો, અસામાજિક તત્વોને ફૂટકો પાડવાના સારા હેતુ સાથે બુલડોઝર ફેરવાયું તેના પરથી આ વિસ્તારમાં થોડા ઘણા અંશે આવું દૂષણ તો અટકશે. પોલીસની આજની કામગીરી બિરદાવા જેવી કહી શકાય પરંતુ હવે ત્યાં કાયમી ધ્યાન રહેવું જરૂરી છે. જો દબાણો થાય તો મહાપાલિકાને જાણ કરવી જોઈએ જેથી દબાણકારોને મોકો ન મળે.
38 બુટલેગર તો દબાણવાળા, બીજા અન્ય પણ આવા હશે ને ?
દારૂના 38 ધંધાર્થીઓ કે જેમણે ગેરકાયદે બાંધકામો કરેલા છે તે પોલીસ અને મહાપાલિકાની ઝપટે ચડ્યા પરંતુ જેઓના ગેરકાયદે બાંધકામો નહીં હોય તેવા પણ અન્ય ધંધાર્થીઓ વસવાટ કરતાં હશે ને ?