કવિ સ્નેહી પરમારને .રાજ્યપાલ દેવવ્રતના હસ્તે ‘સંસ્કાર પુરસ્કાર-૨૦૨૪ એનાયત
સાહિત્ય ક્ષેત્ર માટે ‘સંસ્કાર વિભૂષણ માનપત્રથી પણ સન્માન
કલા, સાહિત્ય અને અન્ય વિધાઓના ઉતકર્ષ માટે કાર્યરત સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા વિવિધ કલા, સાહિત્ય, સંગીત સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે ‘સંસ્કાર પુરસ્કાર’ અર્પણ કરવામાં આવે છે. જેમાં સાહિત્ય વિભાગ માટે બગસરાના કવિ સ્નેહી પરમારને ‘સંસ્કાર પુરસ્કાર-2024 માટે પસંદ કરવામાં આવ્યા છે. તાજેતરમાં આંબેડકર યુનિ. અમદાવાદ ખાતે યોજાયેલ સન્માન સમારંભમાં તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે આ સન્માન ઉપરાંત ‘સંસ્કાર વિભૂષણ માનપત્ર’ પણ અર્પણ કરવામાં આવેલ.
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના હસ્તે પણ તેમનું સન્માન કરવામાં આવેલ. સંસ્કાર ભારતીના અધ્યક્ષ અભેસિંહજી રાઠોડ, મહામંત્રી જયદીપસિંહ રાજપૂત, સમગ્ર કાર્યકમનાસંયોજક અને જાણીતા કલાવિદ રમણિક ઝાપડીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિના સાહિત્યને ઉપરોક્ત સન્માન દ્વારા પોખવામાં આવ્યું હતું.