આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી, ચિંતાઓ વધશે
આજની રાશી : કુંભ
મેષ (અ,લ,ઇ)
યુવાનોને પોતાની કાર્યક્ષમતાથી યોગ્ય સફળતા પ્રાપ્ત કરશે. આજે ઘણી સમસ્યાઓ ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
અન્ય લોકોની કે મિત્રોની ખોટી સલાહથી કામમાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીથુન (ક,છ,ઘ)
મહત્વના કાર્યમાં ઘ્યાન વધું કેન્દ્રિત કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી. અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
શુભ સમાચાર મળી શકે છે. સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે લોકો તમારી પાસેથી કામની અપેક્ષાઓ વધું રાખી શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
વ્યવસાયિક કાર્યમાં નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃશ્ચિક (ન,ય)
વરિષ્ઠ અધિકારીઓ તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
બધાજ કામોને સમય-સર પુર્ણ કરી શકો છો. મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.