- પાઇપ નાખવા માટે ખાડા ખોદી તંત્રએ રોડ પર ડામર જ ન પાથર્યો : માર્ગ પર ઠેર-ઠેર પાણી ભરાયા : પદાધિકારીઓ થોડી આળસ ખંખેરી રસ્તાઓને મરામત કરવામાં ધ્યાન આપે તેવી લોકોની માંગ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં તંત્રેએ રોડ રસ્તાને રિપેરિંગ કરવામાં જાણે રસ જ ન રહ્યો હોઈ તેમ એક પર રોડનું કામ કરવામાં આવ્યું નથી જેના કારણે રોડ-રસ્તાની હાલત ખખડધજ બની જવા પામી છે.છતાં પર તેને મરામત કરવામાં નથી આવી રહી ત્યારે 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસેના રોડની હાલત એટલી હદે બિસ્માર બની છે. કે આ રોડ મગરની પીઠને પણ શરમાવે તેવો બની ગયો છે.
150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસેથી જતો રસ્તા પર અનેક સ્કૂલ અને રેસિડેન્ટ એરિયો આવેલો છે.અને દિવસમાં હજારની સંખ્યામાં વાહન ચાલકો અવરજવર કરતાં હશે.પરંતુ આ રોડની હાલત એટલી ખરાબ બની છે.કે વાહન ચાલકના વાહન સાથે તેને કમરના પણ કટકા થઈ જાય છે. છતાં પણ મજબૂરીમાં તેઓને અહીથી પસાર થવું પડે છે.આ રોડ પર થોડા સમય પૂર્વે પાઇપ નાખવા માટે મસ મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા.
પાઇપ નાખ્યા બાદ તંત્રએ તેની પર માત્ર રેતી નાખી દીધી હતી. અને ડામરનો રોડ બનાવ્યા વગર ચાલતી પકડી હતી. જેથી ચોમાસુ આવતા જ આ રોડ પૂરેપૂરી રીતે ધોવાઈ ગયો હતો. અને મોટા ખાડા પડી ગયા હતા.અને ઠેર-ઠેર રોડ પર પાણી ભરાય ગયા છે.છતાં પણ અહી પદાધિકારીઓ દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરાવવામાં આવી નથી.જેથી તેઓ પોતાની આળસ ખંખેરી અહી મરામત કરવાની કામગીરી શરૂ કરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.