પત્નીએ કોની લાશ ટોઈલેટની કૂંડીમાં દાટી દીધી ? વાંચો
દેશમાં ચારેકોર મહિલા સાથે અત્યાચારના બનાવો વચ્ચે પત્ની કેટલી ક્રૂર બની શકે છે તેનો બનાવ પણ સામે આવ્યો છે. રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ગોગામેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ પ્રકરણના કારણે એક વ્યક્તિની હત્યાનો ભયાનક મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાને તેના પતિ સિવાય અન્ય કોઈ સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમના આ નશામાં અંધ મહિલાએ તેના પતિની હત્યા કરી તેના ઘરમાં શૌચાલય માટે બનાવેલ કૂંડીમાં શબ દાટી દીધો હતો. પોલીસે લાશ કબજે કરી હત્યાના આરોપમાં પત્ની અંજુની ધરપકડ કરી હતી.
ગોગામેડી પોલીસ સ્ટેશન વિસ્તારના ઉચવાના ગામનો રહેવાસી રૂપરામ બેનીવાલ છેલ્લા 16 દિવસથી ગુમ હતો. મંગળવારે રાત્રે રૂપરામનો મૃતદેહ તેના જ ઘરમાં બનેલ કુંડીમાં મળી આવ્યો હતો. રૂપરામનો મૃતદેહ મળી આવતાં તેના પરિવારજનો અને ગ્રામજનો રોષે ભરાયા હતા. રૂપરામના પરિવારજનોનો આરોપ છે કે તેના વિશે ગોગામેડી પોલીસને જાણ કરવા છતાં તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી.
મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો
. આ અંગેની માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા અને સ્થિતિને કાબુમાં લીધી. પરિવારજનો અને ગ્રામજનોનું કહેવું છે કે પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા થઈ છે. રૂપરામની પત્નીનું કોઈ અન્ય સાથે અફેર છે. તેણે તેના સાથી અને અન્ય લોકો સાથે મળીને તેની હત્યા કરી અને તેને કૂવામાં નાખ્યો. આરોપી અંજુ 16 દિવસ સુધી પરિવારને ગેરમાર્ગે દોરતી રહી. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ અન્ય આરોપીઓને બચાવવામાં વ્યસ્ત છે.