દેશમાં અબજોપતિઓની કૂલ સંખ્યા કેટલી થઈ ? જુઓ
હુરૂન ઇન્ડિયાની રીચ લિસ્ટ મુજબ દુનિયામા હવે ભારતનો દબદબો વધી રહ્યો છે અને ઇતિહાસમાં પ્રથમવાર ભારતમાં 1500 થી વધુ લોકો પાસે રૂપિયા 1000 કરોડની સંપત્તિ થઈ છે. દેશમાં હવે અબજોપતિઓની કૂલ સંખ્યા 334 થઈ ગઈ છે. દેશનો વિકાસ ખરેખર ઝડપથી થઈ રહ્યો છે.
પાછલા વર્ષે દેશમાં દર પાંચ દિવસે એક વ્યક્તિ નવા અબજોપતિ તરીકે સ્થાપિત થઈ હતી. દેશમાં વિકાસ અને બિઝનેસ ફાયદા કેટલા ઝડપી અને લાભપ્રદ બન્યા છે તેનો પણ ખ્યાલ આવે છે.
2024 માં દેશના અબજોપતિઓની સંખ્યા વધીને 334 થઈ છે અને 13 વર્ષ પહેલા બનેલી લિસ્ટ કરતાં તે 6 ગણી થઈ ગઈ છે. પાછલા વર્ષે દેશમાં દર પાંચ દિવસે એક વ્યક્તિ અબજોપતિ તરીકે લિસ્ટમાં શામેલ થઈ હતી. આમ હવે ભારતમાં અબજોપતિઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે.
હૈદરાબાદ આગળ
દેશના અબજોપતિનો સંખ્યા વધવા સાથે 272 નવા લિસ્ટમાં શામેલ થયા છે. પ્રથમ વાર જ 1500નો આંકડો પાર થયો છે. એ જ રીતે 17 નવી એન્ટ્રી સાથે હૈદરાબાદે પહેલીવાર બેંગલુરુને પાછળ ધકેલી દીધું છે.
મુંબઈની 386 હસ્તીઓ
દરમિયાનમાં મુંબઈથી પણ વધુ પ્રમાણમાં હસ્તીઓને લિસ્ટમાં જગ્યા મળી છે અને મુંબઈનો દબદબો પણ યથાવત રહ્યો છે. લિસ્ટના અહેવાલ મુજબ મુંબઈની 386 હસ્તીઓને લિસ્ટમાં સ્થાન મળ્યું છે.