મશીનરીનાં સાધનો આપવાની ના પડતા પાઇપથી હુમલો કર્યો
સ્વામી નારાયણ ચોક પાસે ટપુ ભવન સોસાયટી શેરી નં.1 માં રહેતા નિતેશભાઈ સવજીભાઈ રામાણીઉપર આજી જીઆઈડીસીમાં મશીનરીનાં સાધનો આપવાની બાબતે સ્ક્રોર્પીયો કારમાં ઘસી આવેલા બે વેપારી સહીત ત્રણ શખ્સોએ હુમલો કરતા કારખાનેદારને સારવારમાં ખસેડાયા હતા.
આજી આઈડીસીમાં આવેલ મીરા ઈન્ડ.માં ફેબ્રીકેશનનુ કારખાનુ ધરાવતા નિતેશભાઈ સવજીભાઈ રામાણી પોતાના કારખાના પર હતા ત્યારે વેપારી યોગેશનો માણસ કારખાના પર મશીનરીનાં સાધનો લેવા ગયેલ હતો.જેમને કારખાનેદારે માલ મશીનરી આપવાની ના પાડતા વેપારી યોગેશ અને હરેશ ઉશ્કેરાયા હતા અને સ્કોર્પીંયો કારમાં નિતેશભાઈના કારખાને આવી મશીનરીની કેમ ન પાડી તેમ કહી પાઈપથી હુમલો કરી નાસી ગયા હતા.કારખાનેદારનિતેશનેપ્રથમ સીવીલ અને ત્યારબાદ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતો. બનાવ અંગેથોરાળા પોલીસે ગુનો નોંધ્યો હતો.
