સામાન્ય રીતે નાના બાળકને રસી અનેક રોગોથી રક્ષણ મેળવવા માટે આપવામાં આવે છે. ત્યારે સુરતમાં એક અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં દોઢ માસની બાળકીને આંગણવાડીમાં રસી આપ્યાના 19 કલાક બાદ શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. હજુ તે બાળકી દુનિયામાં આવી તેને થોડાક જ દિવસો થયા હતા ત્યાં બાળકીનું શંકાસ્પદ રીતે મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ આવી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના કતારગામના રહેમતનગર વિસ્તારની છે જ્યા દોઢ માસની બાળકીને આંગણવાડીમાં રસી આપ્યાના 19 કલાક બાદ શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. પરિવારની એકની એક વહાલ સોઈ બાળકીનું અચાનક મોત થઈ જતા પરિવારજનોએ મોત પાછળ રસીને જવાબદાર ગણી રહ્યા છે. પરિવાર આક્ષેપ કરી રહ્યું છે કે રસીના એક સાથે ત્રણ ડોઝ આપવાથી બાળકીનું મોત નિપજ્યું છે.જોકે પાલિકાના આરોગ્ય અધિકારીઓ બાળકીનું રસીથી મોત થયું નહિ હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ પરિવાર દ્વારા બાળકીના મોત બાદ પીએમ પણ કરાવ્યું ન હતું.
માત્ર દોઢ માસની હસ્તી રમતી બાળકી ગામ અચાનક જ મોતને ભેટતા માતા આક્રંદ કરી રહી છે કારણકે પોતાની વહાલ સોઈ બાળકી રમતા રમતા આમ અચાનક જ સુખ થઈ જાય એ વાત વિચારીને માતા સતત રુદન કરી રહી છે.બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમની બાળકી હસ્તી રમતી હતી એમના આક્ષેપ કર્યા હતા કે તેમની બાળકીને એક સાથે ત્રણ રસી આપી દેવાતા બાળકી સહન કરી ના શકી અને મોતને ભેટી છે તેવું તેમના પિતાએ જણાવ્યું હતું બાળકીનું મોત કયા કારણોસર થયું તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
શું બની હતી ઘટના ?
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ રહેમતનગર માં ભાવેશભાઈ તેમની પત્ની સાથે રહે છે અને એમ્બ્રોડરી ખાતામાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દોઢ માસ પહેલાજ તેમના પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકી નું નામ પરી રાખવામાં આવ્યું હતું. બાળકી દોઢ માસની થતા ની સાથે જ તેમને રસી આપવા માટે આંગણવાડી ખાતે જવા કહ્યું હતું. જ્યાં ભાવેશભાઈ ના પત્ની બાળકીને લઈને રસી અપાવવા માટે ગયા હતા. ત્યાં બાળકીને ત્રણ રસી મૂકવામાં આવી હતી. ત્યારબાદ ભાવેશભાઈના પત્ની બાળકીને લઈને ઘરે આવી ગયા હતા. ત્યારબાદ બાળકીની તબિયત લથડતા તેઓ ફરીથી આંગણવાડી ખાતે બાળકીને ચેકઅપ કરાવવા માટે ગયા હતા.જોકે ત્યાંથી તેમને કતારગામ આરોગ્ય કેન્દ્રમાં જવા માટે સલાહ આપવામાં આવી હતી.
ત્યારબાદ ત્યાં બાળકીને ચેકઅપ માટે લઈ જવાઈ હતી ત્યાં ડોક્ટરે તપાસી અને બાળકીની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બાળકીને ઘરે લાવી દવા પીવડાવી અને પીવડાવી અને સુવડાવી દેવામાં આવી હતી તો કે ત્યારબાદ વહેલી સવારે બાળકીના નાકમાંથી લોહી નીકળતા તાત્કાલિક બંને માતા-પિતા આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકી મૃત હોવાનું જણાવ્યું હતું.. બાળકીને પીએમ માટે હોસ્પિટલ લઈ જવા માટે ડોક્ટરે સલાહ આપી હતી પરંતુ એક પિતા પોતાની બાળકીને ચીરફાડ થતી જોવા માંગતા ન હતા તેના કારણે તેમણે બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા તેમના પિતાએ બાળકીના મોત પાછળનું કારણ રસી જ હોવાનું જણાવ્યું હતું.
આ મામલે આરોગ્ય અધિકારીએ આપ્યું નિવેદન
મામલે આરોગ્ય અધિકારીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમને જણાવ્યું હતું કે તે દિવસે અનેક બાળકોને રસી આપવામાં આવી હતી જે રસી આ બાળકીને આપવામાં આવી હતી એ જ રસી અન્ય 19 બાળકોને પણ આપવામાં આવી હતી બાળકીના મોત પાછળનું કારણ રસી ના હોઈ શકે કેમ કે બાળકીના શરીર પર રસીને લઈને આડેસર થઈ હોય તેવા કોઈ લક્ષણો દેખાયા ન હતા જેથી આ બાળકી નું મોત હરસિથી ના થયું હોય તેવું આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું હતું …