Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

પરિણીતાનું શંકાસ્પદ મોત: માવતર પક્ષને હત્યાની આશંકા 

Thu, June 25 2026

‘મારી બહેનને પટ્ટાથી માર માર્યો હતો, મૃતદેહ પર ઈજાના નિશાન છે’, હોમગાર્ડ પતિ અને સાસરિયાઓ પર શારીરિક-માનસિક ત્રાસ આપવાનો ભાઈનો ગંભીર આક્ષેપ

ઉપલેટા તાલુકાના ખારચીયા શહીદ ગામે ૩૦ વર્ષીય પરિણીતાનો મૃતદેહ તેની જ વાડીએથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે મૃતકના પિયર પક્ષે સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોવાનો અને માર મારીને હત્યા કરી લાશને લટકાવી દીધી હોવાનો ગંભીર આક્ષેપ કરતા આ મામલો ગરમાયો છે. પરિવારની માંગણીને પગલે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર, ખારચીયા શહીદ ગામે રહેતા ઈલાબેન હિતેન્દ્રભાઇ બગડા (ઉ.વ. ૩૦)નો મૃતદેહ મંગળવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમની વાડીએ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે ભાયાવદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ ધોરાજીના મોટી વાવડી ગામે રહેતા મૃતકના ભાઈ રાજેશને થતાં તેઓ પરિવાર સાથે હોસ્પિટલ દોડી ગયા હતા. પીએમ રૂમમાં જઈને જોતા બહેનના કપાળ અને પગના ભાગે ઈજાના નિશાનો જોવા મળતા ભાઈએ આત્મહત્યા નહિ પરંતુ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: રાજકોટ રેલવેનો એક જ દિવસમાં 11.22 કરોડની કમાણી કરી

મૃતક ઈલાબેનના ભાઈ રાજેશભાઈએ જણાવ્યું હતું કે, આશરે ૧૨ વર્ષ પહેલા તેમની બહેનના લગ્ન હિતેન્દ્ર લાખાભાઈ બગડા સાથે થયા હતા. હિતેન્દ્ર ભાયાવદર પોલીસમાં હોમગાર્ડ તરીકે નોકરી કરે છે અને ખેતી પણ કરે છે. લગ્નજીવન દરમિયાન તેઓને સંતાનમાં ૧૦ વર્ષનો દીકરો અને ૭ વર્ષની દીકરી છે. રાજેશભાઈનો આક્ષેપ છે કે, સાસરિયાઓ દ્વારા ઈલાબેનને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. બનેવીએ એક વખત ઈલાબેનને પટ્ટા વડે માર પણ માર્યો હતો. ગત રક્ષાબંધન પર ઈલાબેન પિયર મોટી વાવડી આવ્યા ત્યારે સાસુ-સસરાએ ત્યાં આવીને બધાની વચ્ચે અપશબ્દો કહી, ‘તું અમારે જોઈએ જ નહીં’ તેમ કહી ગર્ભિત ધમકીઓ આપી હતી. અવારનવાર ઝઘડા થવા છતાં બાળકોના ભવિષ્યને ખાતર ઈલાબેન સમાધાન કરીને સાસરે જતી રહેતી હતી.

વધુમાં જણાવ્યું કે, મંગળવારે સાંજે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી બહેને પગલું ભરી લીધાની જાણ કરી હતી. પહેલા ઉપલેટા અને બાદમાં ભાયાવદર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બનેવી કે સાસરા પક્ષનું કોઈ હાજર ન હતું. બનાવ ક્યાં અને કેવી રીતે બન્યો તેની જાણ પણ સાસરિયાએ કરી નહોતી, જે શંકા ઉપજાવે છે. માવતર પક્ષની સ્પષ્ટ માંગ અને શંકાના આધારે ભાયાવદર પોલીસની ટીમે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સત્ય સામે આવશે ત્યારે બીજી તરફ, બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

Tags:

BridalTragedyBrideMysteryCrimeDocumentaryCrimeStoryFamilySuspicionInvestigativeJournalismJusticeForBrideJusticeForVictimsMaternalFamilyMurderInvestigationMurderMysterySuspiciousDeathTrueCrimeUnsolvedMysteryWhoDunnit

Share Article

Other Articles

Previous

ઓવરલોડ ડમ્પરનો વીડિયો ઉતારનાર યુવાન પર જીવલેણ હુમલો

Next

રાજકોટ રેલવેનો એક જ દિવસમાં 11.22 કરોડની કમાણી કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
સોનાનો સપાટો, ચાંદીનો કડાકો: 3 દિવસમાં સોનું 7500 અને ચાંદી 11,300 તૂટી
32 મિનિટutes પહેલા
ભારત થી નેપાળ અને વેનેઝુએલા થી જાપાન સુધીની ધરતી ધ્રુજી
50 મિનિટutes પહેલા
વૈશ્વિક ઓઈલ માર્કેટનું સત્તા કેન્દ્ર બદલાયું: ભાવિ વલણ હવે બીજું કોઈ નહીં પણ ચીન નક્કી કરશે
1 કલાક પહેલા
રામ મંદિર દાન; રૂપિયા 3500 રોકડ, દાગીનાઓનો રેકોર્ડ જ ગુમ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3157 Posts

Related Posts

બિહારમાં ચૂંટણી પંચના વોટર લિસ્ટ અંગેના વિશેષ અભિયાનના વિરોધમાં ચક્કાજામ કરવાની તેજસ્વી યાદવની ધમકી, રાહુલ ગાંધી પણ જોડાશે
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
India-Pakistan Ceasefire : ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામ લાગુ ! વિદેશમંત્રી જયશંકરે કહ્યું, આતંકવાદ સામે કાર્યવાહી ચાલુ રહેશે
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ફતેહપુરમાં મોટી રેલ દુર્ઘટના ટળી : એક જ ટ્રેક પર બે માલગાડીઓ સામસામે આવીને અથડાઈ, ડ્રાઈવર અને કો-પાયલટ ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડોદરામાં રૂ. 3.5 કરોડના દારૂ પર ફરી વળ્યું બુલડોઝર, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયો દારૂનો નાશ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર