ધર્મની માનેલી બહેનના સગા ભાઈએ યુવકને આપી મારી નાખવાની ધમકી
શહેરમાં યાજ્ઞિક રોડ પર હીરાપન્ના કોમ્પ્લેક્સ પાછળ ઓફિસમાં નોકરી કરનાર યુવાનને ઓફિસ પાસે તેની ધર્મની માનેલી બહેનના ભાઈ સહિત બે શખસોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ન્યુ રેલનગરમાં શ્રીનાથજી પાર્કમાં રહેતા અનિકેત દિનેશભાઈ મકવાણા (ઉ.વ ૨૩) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં મોરબી રોડ જકાતનાકા પાસે ધોળકિયા સ્કૂલ વાળી શેરીમાં રહેતા મહેશ છગનભાઈ સોલંકી અને નીલકઠ સિનેમાની પાછળ રહેતા સની સામજીભાઈ ખસિયાનું નામ આપતા જણાવ્યું હતુ કે, તે હીરાપન્ના કોમ્પ્લેક્સની પાછળ માટેલીયા સ્ટોક બ્રોકરની ઓફિસમાં નોકરી કરે છે. ૧૦ વર્ષ પૂર્વે તે રાજકોટમાં ઘડિયાળના કારખાનામાં કામ કરતો હતો તે સમયે રેખા નામની મહિલાને ધર્મની બહેન બનાવી હતી.રેખાના પતિનું અવસાન થતાં તે છેલ્લા બે વર્ષથી મહેશ સોલંકી સાથે સંબધ હતો.ત્યારે સાંજના યુવાન ઓફિસ નીચે ફાકી ખાવા માટે ગયો હતો.ત્યારે મહેશ સોલંકી અહીં આવ્યો હતો અને કહ્યું હતું કે,તારી બહેન રેખાના નંબર આપ જેથી યુવાને કહ્યું હતું કે મારી પાસે નંબર નથી.આ બાબતે યુવકે રેખાને વાત કરતાં તે તેની ઓફિસ નીચે મળવા આવી હતી.તે દરમ્યાન આરોપીઓ ત્યાં ઘસી આવ્યા હતા.અને ઝગડો કરી યુવકને ‘તું અમારી વચ્ચે કેમ આવે છે’ તેમ કહી ધમકી આપી હતી.જેથી આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી છે.