Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ સિવિલમાં રૂપાલા -રૂપાણીના નામે ફિક્સ પગારદારોને ધમકી !

Tue, October 22 2024

સિવિલ હોસ્પિટલમાં નર્સીંગ અને અન્ય યુનિયન આગેવાનો વિરુદ્ધ આરોગ્યમંત્રીને ફરિયાદ

વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવવાની સાથે ઘરના ઘર હોવા છતાં ક્વાટર્સમાં રહેતા 14 કર્મચારીઓ સામે તપાસ શરૂ

રાજકોટ : રાજકોટ સિવિલમાં વર્ષોથી પેધી ગયેલા નર્સીંગ સહિતના જુદા-જુદા યુનિયનના કહેવાતા નેતાઓ દ્વારા કરાર આધારિત તેમજ ફિક્સ પગારદાર કર્મચારીઓને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નામે ધમકીઓ આપી મનમાની ચલાવતા હોવાનું તેમજ પોતાના ઘરના ઘર હોવા છતાં પણ ધરમ સિનેમા પાછળ આવેલ ક્વાટર્સમાં રહેતા હોવા અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને અલગ-અલગ બે ફરિયાદ કરવામાં આવતા રાજકોટ તબીબ અધિક્ષક દ્વારા ચાર સભ્યોની કમિટી બનાવી તપાસના આદેશ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં રોજે રોજ નવા નવા વિવાદ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા  કરાર આધારિત તેમજ ફિક્સ પગારદાર કર્મચારીઓએ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને એક સ્ફોટક પત્ર લખી સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી પેધી ગયેલા અને પોતાની જાતને યુનિયન પ્રમુખ તેમજ નેતાઓ ગણાવતા 14 કર્મચારીઓ  કરાર આધારિત તેમજ ફિક્સ પગારદાર કર્મચારીઓને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા અને માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પોતના ઘનિષ્ઠ સંબંધો હોવાનું કહી દબાવી હેરાન કરી રહયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વધુમાં આ પત્રમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કુલ 14 કર્મચારીઓના નામનો ઉલ્લેખ કરી આ કર્મચારીઓને ક્યાં  નેતાજીનું પીઠબળ છે તેની વિગતો પણ સ્ફોટક પત્રમાં ઉલ્લેખવામાં આવી છે. સાથે જ એક બુદ્ધિશાળી કર્મચારી નોકરીએ લાગ્યા ત્યારથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોવાનું અને તેમના પરમ પૂજ્ય પિતાજી રાજકીય નેતાઓ સાથે ભઈબંધીના નાતે ધરમ ટોકીઝ પાછળ ક્વાટર્સ ફાળવણીમાં રોકડી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય એક કર્મચારી દંપતી તેમજ અન્ય એક સ્ટાફ નર્સ પૂર્વ સિવિલ સ્પ્રિન્ટેન્ડેન્ટની ભલામણથી સિવિલ ઉપરાંત ખાનગી નોકરી કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત કહેવાતા આ તમામ યુનિયન આગેવનો પાસે ઘરના ઘર હોવા ઉપરાંત તેમના માતા-પિતા પાસે પણ મકાન મિલ્કત હોવા છતાં પોતાના મકાન ભાડે આપી ધરમ ટોકીઝ પાછળ આવેલા સ્ટાફ ક્વાટર્સમાં રહેતા હોવાની આરોગ્ય મંત્રીને ફરિયાદ કરવામાંઆવતાં રાજકોટ પીડીયું હોસ્પિટલના તબીબ અધિક્ષક પણ ચોકી ઉઠ્યાહોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમા કામ કરતા કરાર આધારિત તેમજ ફિક્સ પગારદાર કર્મચારીઓને યુનિયનના કહેવતા નેતાઓ દ્વારા હેરાનગતિ મામલે રાજ્યના આરોગ્યમંત્રીને ફરિયાદ થતા આ મામલે પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલના તબીબ અધિક્ષક દ્વારા સમગ્ર મામલે ચાર સભ્યોની કમિટીની રચના કરી ક્વાટર્સની ફાળવણી સહિતની તમામ વિગતો તેમજ આક્ષેપિત કર્મચારીઓના નામના લિસ્ટ સાથે તમામ સામે તપાસ કરી દિવસ 10માં તપાસ રિપોર્ટ આપવા આદેશ કર્યો હોવાનું સિવિલ હોસ્પિટલના સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ આઈઓસીના પમ્પ સ્ટેશનમાં બોમ્બ મુકાયો

Next

રાજકોટ જિલ્લામાં ગરીબોને લાખો ટન ઘઉં-ચોખાનું મફત વિતરણ કરાયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 દિવસ પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ભયભીત, વડાપ્રધાન મોદીએ 2014 બાદ દરેક હુમલાનો જવાબ દીધો, ગાંધીનગરમાં ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન
11 કલાક પહેલા
તેલંગાણા-છત્તીસગઢ સરહદ પર 20 નક્સલીઓની ધરપકડ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
11 કલાક પહેલા
મુંબઈમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
11 કલાક પહેલા
Rudraksha Benefits : રુદ્રાક્ષનું પાણી પીવાથી થાય છે અનેક લાભ : પવિત્ર રુદ્રાક્ષ મટાડે છે અનેક રોગ, જાણો ફાયદા
11 કલાક પહેલા
Categories

નેશનલ

2106 Posts

Related Posts

જીએસટી કાઉન્સિલ કેટલા સેક્ટરોને રાહત આપી શકે છે ? જુઓ
રાજકોટ
11 મહિના પહેલા
લગ્નમાં આ તારીખ સુધી ફટાકડા નહીં ફોડી શકાય…ગુજરાતમાં ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, હર્ષ સંઘવીએ આપી માહિતી
ગુજરાત
1 સપ્તાહ પહેલા
પડધરી ખાતે રૂ.૭૦ લાખના ખર્ચે બનનાર સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન કરાયુ
રાજકોટ
7 મહિના પહેલા
શેરબજારમાં તેજી : સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 120 પોઈન્ટના ઉછાળા સાથે 23, 166ની સપાટીએ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર