ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી એકના છ કરવા છતાં પાંચ કરોડ ગુમાવ્યા !
ડૉક્ટર સહિતના અનેક લોકોની રકમ ફસાઈ: મીલન ચાવડા-ઈરફાન પઠાણનું કારસ્તાન
૫૦ મહિના સુધી રોકાણ, દર મહિને ૬% વળતર સાથે ગોવાની ટુર સહિતની લાલચ આપી
રાજકોટમાં સાયબર ક્રાઈમ જ નહીં બલ્કે હવે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવીને કરોડો રૂપિયા પડાવી લેવાના કિસ્સામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આવું જ એક મસમોટા કૌભાંડની પોલીસ કમિશનરને અરજી કરવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી એકના છ કરવાની લાલચે પાંચેક કરોડ રૂપિયા ફસાઈ જતાં માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. જેમની રકમ ફસાઈ છે તેમાં ડૉક્ટર સહિતના અનેક લોકો સામેલ છે.

આ અંગે રેલનગરમાં રહેતા વિજય મનહરલાલ વાછાણીએ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે તેઓ બેન્ક લોનનું કામ કરતા હોવાથી મીલન ધનજીભાઈ ચાવડા (રહે.જયગીત સોસાયટી-૧, રેસકોર્સ પાછળ)ના સંપર્કમાં આવ્યા હતા. આ પછી મીલને તેમને ક્રિપ્ટોનો પ્લાન સમજાવ્યા બાદ વિજયે વેપારી મીત્રો, પરિવારજનો, બેન્કના અધિકારીઓ પાસેથી ૭૨ લાખનું રોકાણ કરાવ્યું હતું. આ સિવાય અન્ય લોકોના મળી કુલ પાંચેક કરોડનું રોકાણ આ પ્લાનમાં કરાયું હતું.
તા.૨૯-૬-૨૦૨૧થી ચાલતી કંપની એમઆઈઈ ટેક્નોલોજી એલએલપીના માલિક મીલન ચાવડા અને તેના ભાગીદાર ઈરફાન ઉમરાખાન પઠાણે રાજકોટ શહેર તેમજ અન્ય વિસ્તારોમાંથી ૫૦ મહિના માટે દર મહિને ૬% વળતરની લાલચ આપી પાંચ કરોડની રકમ મેટલબ્લોક ઈન્ટરચેઈન ઈવોલ્યુશન (એમઆઈ) નામે ક્રિપ્ટો ટોકનમાં રોકાણ કરાવી હતી. રોકાણની રકમ છ ગણી થઈ જશે તેવો દાવયો આપવા ઉપરાંત ગોવા પ્રવાસની ઓફર બહાર પાડી ચારથી પાંચ મહિના સુધી વળતર આપ્યું સાથે સાથે ગોવાનો પ્રયાસ પણ કરાવ્યો હતો. આ પછી બધાને વિશ્વાસ આવી જતાં કેરેલાની ટુર બહાર પાડી હતી જે કરાવાઈ ન્હોતી.
આટલું પત્યા એમઆઈઈનો ૫૦ મહિનાનો પ્લાન બંધ કરી કવાડા નામ રાખીને એમઆઈઈમાંથી કવાડાના નામે ટોકન ટ્રાન્સફર કરાવી ક્રિપ્ટો ટોક ૪.૧૦માં ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ પછી એમઈએક્સસી એક્સચેન્જમાં રૂા.૨૭ના ભાવથી લિસ્ટિંગ થો તેવા વાયદા સાથે કવાડા ટોકન ટોર્ન લીન્ક પ્રો નામની એપ્લીકેશનમાં ટોકન ટ્રાન્સફર કરાવ્યા હતા પરંતુ જ્યારે ટોકન તા.૨૩-૨-૨૦૨૪ના એમએક્સચેન્જમાં લિસ્ટિ થયો ત્યારે ટ્રોન બ્લોકચેઈન કંપનીએ તેમાં ચાલું ન કર્યું હોય રોકાણકારો ટોકનનું વેચાણ કરી શક્યા ન્હોતા. આ બધું પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.
એકંદરે ત્રણ રૂપિયા આસપાસથી લિસ્ટિંગ કરીને ફક્ત એક મિનિટની અંદર ૯૦% સુધી કોઈન ડાઉન કરી ૧૫ દિવસમાં તેનો ભાવ ૦.૫ પૈસા સુધી લાવી દીધો હતો. આ વાતનો ચોખ્ખો મતલબ એ થાય કે કંપનીના પ્રમોટર ત્યાં રોજ ૧૫ દિવસ સુધી માલ વેચીને ટોકનનો ભાવ ઝીરો કરી ગયા કારણ કે ટ્રોન બ્લોકચેઈન પંદર દિવસ પછી ચાલું કરવાનું કંપનીને જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ પણ કોઈ ટોકન વેચી શક્યા ન્હોતા. એકંદરે રોકાણકારોની તમામ રકમ ફસાઈ ગઈ હતી અને છ મહિનાથી તેઓ ટોકન વેચી ન શકતા પૈસા ફસાઈ ગયા હતા.
ઈરફાન પઠાણ લોકોને કેવી રીતે શીશામાં ઉતારતો ?
અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કૌભાંડના સૂત્રધાર મીલન ચાવડાના ભાગીદાર ઈરફાન ઉમરાખાઠ પઠાણ રાજકોટની ઓફિસમાં લોકોને એમ કહીને સમજાવતો કે તમે પાંચ લાખ રૂપિયાની લોન ૪૮ મહિના માટે લેશો તો મહિને ૧૫૦૦૦ આસપાસ હપ્તો આવશે અને કંપની તમને એ પાંચ લાખના ૬% એટલે કે દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા આપશે ! તમે બેન્કના રૂપિયા એટલે કેલોનના રૂપિયા ૧૫,૦૦૦ હપ્તો ભર્યા પછી પણ ૧૫,૦૦૦નો ફાયદો મેળવી શકશો !
કોના કેટલા પૈસા ફસાયા
- ફૈઝાન બુખારીના કહેવાથી તેના મીત્ર જોહૈબ અય્યુબ સલતના ૧.૧૫ કરોડ
- વિજય મનહરલાલ વાછાણી તેમજ તેના પરિવારજનો, મિત્રોના ૭૨ લાખ
- જુબેર બાદીના ૮૦ લાખ
- ઉવેશ બાદીના ૪૦ લાખ
- ડૉ.પરેશ વાંક તેમજ તેમના મીત્રોના ૧૦ લાખ
- નીરવ મોલિયાના એક લાખ
- કલ્પેશ સંખારવાના ૫૦,૦૦૦
( નોંધ: આ સહિત અનેક લોકોના પૈસા ફસાયા છે પરંતુ તેમના નામ જાહેર કરાયા નથી)