છેલ્લા દોઢ વર્ષમાં કરોડો રૂપિયાની ઉઘરાણી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડનાર ટોળકીની શોધખોળ: તપાસનો ધમધમાટ
વાંકાનેરના વઘાસિયા ગામ પાસેથી નકલી ટોલનાકાનો પર્દાફાશ થયો છે. છેલ્લા દોઢ વર્ષથી આ ટોલનાકા પર ઉઘરાણીની કરતુતો ચાલતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ટોલનાકું ચલાવનાર ટોળકી વઘાસિયામાં આવેલી એક ફેક્ટરી ભાડે રાખી હતી, જેને ટોલનાકું બનાવી ફોર વ્હીલ, નાના ટ્રક, મોટા ટ્રક સહિતના વાહનોને દોઢ વર્ષથી ઉઘરાણી કરતા હોવાનુ સામે આવ્યુ છે અને છેલ્લા દોઢ વર્ષમા કરોડો રૂપિયાની ઉઘરાણી કરી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
આ મામલે મોરબી જિલ્લા કલેકટર દ્વારા વાંકાનેર પ્રાત અધિકારી અને જિલ્લા પોલીસવડા પાસેથી અહેવાલ મંગાવ્્યા બાદ આ મામલે ભાજપ અગ્રણી સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમાં ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ફેક્ટરીના માલિક અમરશી જેરામભાઇ પટેલ, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને રવિરાજસિં વનરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને ઉચ્ચ અધિકારીઓએ પણ આ અંગેનો અહેવાલ મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.
કલેક્ટર દ્વારા તપાસના આદેશ છૂટતા નકલી ટોલનાકું ચલાવનાર ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી અને હવે આ નકલી ટોલનાકા પાછળ કોનો હાથ છે, કોણ કોણ આ અહીં કામ કરતુ હતુ અને અત્યાર સુધીમા કેટલાક રૂપિયાની છેતરપિડી કરવામા આવી તેની તપાસ પ્રાત અધિકારી દ્વારા હાથ ધરવામા આવી છે.
વાંકાનેરના વઘાસિયા ગામે એક ટોલનાકું આવેલુ છે, જે નકલી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ અહીં બધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવતા હતા અને ફોર વ્હીલના ૫૦, નાના ટ્રકના ૧૦૦, મોટા ટ્રકના ૨૦૦ની ઉઘરાણી કરાતી હતી. આ મામલે નિવૃત્ત આર્મીમેન કહેવાતા રવિ નામના વ્યક્તિનું નામ સામે આવ્યુ છે, ઉપરાત નકલી ટોલનાકાનો ખુલાસો થયા બાદ અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ પાઠવી છે. બીજીતરફ છેલ્લા દોઢ વર્ષથી ચાલતા નકલી ટોલનાકા અગે કોઈપણ અધિકારીઓના ધ્યાને ન આવતા હવે અધિકારીઓ પર પણ આંગણી ચિધવામાં આવી રહી છે.
૨૦૦ રૂા. બચાવવા વાહનચાલકો નકલી ટોલનાકાનો મહત્તમ ઉપયોગ કરતા હતા
નકલી ટોલનાકું ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, ફોર વ્હીલર પાસેથી ૫૦, મેટાડોર અને આઇસર પાસેથી ૧૦૦ અને ટ્રક ચાલક પાસેથી ૨૦૦ રૂપિયા વસૂલવામાં આવતા સવાલ એ છે કે દોઢ વર્ષથી આ ગોરખધંધો ચાલતો હોવા છતા કોઈને ખબર કેમ ન પડી? નકલી ટોલનાકા પર પસાર થતા વાહનચાલકોએ જણાવ્યુ કે, નકલી ટોલનાકેથી પસાર થાય તો વાહન ચાલકોના રૂ. ૨૦૦ બચતા હોય તેથી અહિયાંથી જ વાહન ચાલકો પસાર થવાનો આગ્રહ રાખતા હતા. કારણ કે, સાચુ ટોલનાકું છે ત્યા ૪૦૦ રુપિયા આપવા પડે અને અહીંયા ૨૦૦ રુપિયા. અહીંયા કોઈ રસિદ આપ્યા વગર ૨૦૦ રુપિયા ઉધરાવતા જેથી વાહનચાલકો રૂ.૨૦૦ બચાવવા આ નકલી ટોલનાકાનો મહતમ ઉપગયોગ કરતા હતા.