શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર બહેનની સગાઈ તોડવી નાખતાં યુવકે પરિવારના સભ્યો સાથે મળી માતાના પ્રેમીને રબરની નળી અને ઢીકાપાટુનો માર મારતા માલવિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ, લક્ષ્મીનગર મેઈન રોડ પર નંદકિશોર સોસાયટીમાં આવેલ ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા સતિષ મહેન્દ્રભાઈ ધામેલિયા (ઉં.વ 43)એ આરોપી તરીકે હર્ષ જાની, કમલેશ જાની, મહેન્દ્ર જાની, ભરત જાની, કેવિન ઠાકર, ચંદ્રેશ ઠાકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓને 14 વર્ષથી આરોપી મહેન્દ્ર જાનીના પત્ની દિવ્યાબેન સાથે પ્રેમ સબંધ હોય ત્યારે ગુરુવારે રાત્રિના ૯.૩૦ વાગ્યે સતિષભાઈ પોતાના ઘરે આવતા હતા.
દરમિયાન અચાનક દિવ્યાબેન નો પુત્ર હર્ષ જાની રોડ ઉપર આવી તે મારી બહેન પ્રાચીની સગાઈ કેમ તોડાવી નાખી તેમ કહી સતિષભાઈ પર હુમલો કર્યો હતો. જે બીજા ૬ લોકો પણ આવી જઈને સતિષભાઈને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. માલવિયા પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.