Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

વાંકાનેરના તરકિયા ગામેથી 1161 કિલોગ્રામ વિસ્ફોટકો સાથે ચાર પકડાયા

Tue, June 11 2024

ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણ શરૂ કરે તે પહેલાં જ એસઓજીનું સ્પેશિયલ ઓપરેશન

વાંકાનેર : થાનમાં કોલસાની ગેરકાયદેસર ખાણમા બ્લાસ્ટિંગ દરમિયાન એક શ્રમિકનું દટાઈ જતા મૃત્યુ નિપજ્યાની ઘટના વચ્ચે વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટીંગ કરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે મોરબી એસઓજી ટીમે સ્પેશિયલ ઓપરેશન કરી બે દિવસની સતત મહેનત બાદ ચાર ખાણ માફીયાઓને 1161 કિલોગ્રામ વિસ્ફોટકોના જથ્થા સાથે ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે, બીજી તરફ આટલો મોટો વિસ્ફોટકોનો જથ્થો ક્યાંથી આવ્યો તે પણ એક મોટો સવાલ છે.

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં કોલસાની અને વાંકાનેર તાલુકામાં પથ્થરની ગેરકાયદેસર ખાણોમા બેફામ બ્લાસ્ટિંગ થતા હોય રેન્જ આઈજી દ્વારા ગેરકાયદેસર રીતે વિસ્ફોટક સામગ્રીથી બ્લાસ્ટિંગ કરતા તત્વો ઉપર તૂટી પડવા આદેશ કરતા મોરબી એસઓજી ટીમ હરકતમાં આવી હતી અને એસઓજી હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયાને બાતમી મળી હતી કે વાંકાનેરના તરકીયા ગામની ઓળ નામથી ઓળખતી સીમમાં મોટા પ્રમાણમાં બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને મોટાપ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી સાથે પથ્થર કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે.

સચોટ બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે દરોડા પાડતા તરકિયા ગામની સરકારી સર્વે નંબર 163 પૈકી 1 પૈકી 24ની વિશાળ સરકારી ખરાબાની જમીનમાં આરોપી મુન્નાભાઇ વલુભાઈ બાંભવા રહે-તરકીયા તા.વાંકાનેર,  પ્રદીપભાઇ આલકુભાઇ ધાધલ રહે મેસરીયા તા.વાંકાનેર, રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઈ સોનારા રહે જાનીવડલા તા. ચોટીલા તથા રણુભાઇ બાલાભાઇ બાંભવા રહે તરકીયા તા.વાંકાનેર નામના ચાર શખ્સોએ ખરાબાની જમીનમાં 45 ફૂટ ઊંડા 57 જેટલા બોર કરી તે પૈકીના 14 બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર ઉતારી બ્લાસ્ટ કરવા તૈયાર રાખેલ હોવાનું સામે આવ્યુ હતું.

સતત બે દિવસ સુધી એસઓજી ટીમના ઓપરેશન બાદ આરોપી  મુન્નાભાઇ વલુભાઇ બાંભવા, પ્રદીપભાઇ આલકુભાઈ ધાધલ,  રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા અને રણુભાઇ બાલાભાઈ બાંભવાના કબ્જામાંથી પોલીસે બીઝાસન કંપનીની 2.78 કિલોની એક એવી 418 જીલેટિન સ્ટીક કિંમત રૂપિયા 92796 વજન 1161 કિલો, ઇલેકટ્રોનીક ડીટોનેટર 50 નંગ કિંમત રૂપિયા 7440, ટીએલડી વાયર નંગ-90 કિંમત રૂપિયા 3600 તેમજ મોબાઇલ ફોન નંગ-5 કિંમત રૂપિયા 25000 સહિત કુલ રૂપિયા 1,28,836નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિશાળમાત્રામાં વિસ્ફોટકો ઝડપાઇ જવાના કિસ્સામાં મોરબી એસઓજી ટીમે આરોપી લોમકુભાઈ માનસીભાઈ ખાચર રહે.મેસરિયા અને દેવાયતભાઈ ડાંગર રહે.બેટી તા.મોરબી વાળાંના નામ ખુલતા બન્ને આરોપીઓને ફરાર દર્શાવી વિસ્ફોટકો ક્યાંથી લાવવામાં આવ્યા તે સહિતની બાબતોને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ સફળ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર એસ.એચ.સારડા, એસઓજી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ એમ.એસ.અંસારી કે.આર.કેસરીયા, એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર, કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સટેબલ જુવાનસિંહ રાણા, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઈ છુછીયા તથા અશ્વિનભાઇ જશાભાઇ લાવડીયાએ કરી હતી.

Tags:

tarakiyawakner

Share Article

Other Articles

Previous

સોશિયલ મીડિયા પરથી મોદી કા પરિવાર સૂત્ર હટાવી લેવા વડાપ્રધાને અપીલ કરી

Next

મુંબઈમાં મેઘમહેર : ચોમાસું સમય કરતાં વહેલા પહોંચ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
25 મિનિટutes પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
48 મિનિટutes પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
2 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

રશિયાનો યુક્રેન પર મોટો હુમલો : 13ના મોત, અનેક ઘાયલ ; લડાઈ વધુ ઉગ્ર બની
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
તમારા વિસ્તારના આવારા તત્ત્વોથી છો પરેશાન ?? આ નંબર પર કરો ફોન, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરશે તમારી મદદ
ક્રાઇમ
3 મહિના પહેલા
હાઈકોર્ટની ‘ફટકાર’ બાદ રાજકોટ સહિતના શહેરોની ટ્રાફિક સમસ્યા ઉકેલવા 5-E’ મંત્ર આપતી સરકાર !
ગુજરાત
9 મહિના પહેલા
પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે બજેટમાં શું થઈ જાહેરાત ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર