સોશિયલ મીડિયા પરથી મોદી કા પરિવાર સૂત્ર હટાવી લેવા વડાપ્રધાને અપીલ કરી
જનતાનો આભારમાન્યો અને પોસ્ટમાં લખ્યું કે આ લાઇનથી મને ઘણી શકતી મળી
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાઈ ભત્રીજાવાદના મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું ત્યારે વિપક્ષે મોદીના પરિવાર પર પ્રહારો કર્યા હતા. મોદીએ તેને એક તક બનાવી અને સમગ્ર ભાજપે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ‘મોદીનો પરિવાર’ લખ્યું. અને એ કહેવાનો પ્રયાસ કર્યો કે તેઓ પણ મોદીનો પરિવાર છે. જ્યારે વડાપ્રધાન મોદીએ ચૂંટણી જીત્યા બાદ ચાર્જ સંભાળ્યો ત્યારે હવે તેમણે લોકોને ‘મોદી કા પરિવાર’ શબ્દ હટાવવાની અપીલ કરી છે. એવું પણ કહ્યું છે કે હવે તેમનો બંધન વધુ અતૂટ બની ગયો છે.
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આનાથી મને ઘણી શક્તિ મળી. ભારતની જનતાએ સતત ત્રીજી વખત એનડીએને બહુમતી આપી છે, જે એક પ્રકારનો રેકોર્ડ છે અને અમને દેશની ભલાઈ માટે કામ કરતા રહેવાનો આદેશ આપ્યો છે.
મોદીએ લખ્યું, આ લાઇનએ અસરકારક રીતે સંદેશ આપ્યો છે કે આપણે બધા એક પરિવાર છીએ. હું ફરી એકવાર ભારતના લોકોનો આભાર માનું છું અને વિનંતી કરું છું કે તમે હવે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ‘મોદીના પરિવાર’ને દૂર કરો. જો તમે ઈચ્છો, તો તમે તમારી પ્રોફાઇલમાંથી આ શબ્દો હટાવી શકો છો. જો કે, ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ પરિવાર તરીકે અમારું બંધન મજબૂત અને અતૂટ રહે છે. આ પછી ઘણા લોકોએ તેમની પ્રોફાઇલમાંથી મોદીના પરિવારને હટાવી દીધો હતો.