બાઇસાહેબબા ગર્લ્સ હાઇસ્કૂલમાં બ્યુટી કેરના સામાનની ચોરી
દિવાળીના વેકેશનમાં તસ્કરો ચોરી કરી જતાં પોલીસ ફરિયાદ
રાજકોટની બાઇસાહેબબા હાઇસ્કૂલમાં બ્યુટી કેરના સામાનની ચોરી થતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાલાવડ રોડ, યોગી દર્શન સોસાયટી-4માં રહેતા અને બાઇસાહેબબા હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નેન્સીબેન ટી. વોરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હાઇસ્કૂલના જૂના બિલ્ડિંગમાં સરકાર તરફથી વિદ્યાર્થિનીઓનો બ્યુટીકેરનો સામાન રખાતો હતો, પરંતુ છ મહિના પૂર્વે પીડબલ્યુડી તંત્રે જર્જરિત બિલ્ડિંગ હોવાની નોટિસ આપી ત્યારથી બિલ્ડિંગમાં કોઇને જવાની મનાઇ હતી. દરમિયાન તા.9થી તા.29 સુધી દિવાળીનું વેકેશન હોય વેકેશન પૂર્ણ થયા બાદ સ્કુલ ખુલતા જુના બીલ્ડીંગ તરફ જતા દરવાજા નો લોક ખોલી ને જોતા ત્યા અંદર નો સામાન વેર વીખેર જોતા કોઈ ઈસમ હાઈસ્કુલ ના ભુપેન્દ્ર રોડ તરફ પડતા ગેઈટ પાસે થી પ્રવેશ કરી ગેઈટ પાસેના દરવાજા ને ધક્કો મારી દરવાજા ની અંદર મારેલસાકળ ખોલી હાઈસ્કુલ ના જુના જર્જરીત બીલ્ડીંગ મા પ્રવેશ કરી વીદ્યાર્થીનીના લેકચર માટે આવેલ બ્યુટી એન્ડ વેલનેસ રાખેલા રૂ.3800ની કિંમતના જુદા જુદા બ્યુટીકેરનો સામાન ચોરી ગયા હતા. વેકેશન ખુલ્યા બાદ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.