તાલુકા પોલીસ મથક પાસે યુવકને મિત્ર સહીત બે શખસોએ ધોકાવ્યો
લગ્નમાં પહેરવા કપડાં માંગતા ડખ્ખો કરી ધોકા વડે માર માર્યો
શહેરમાં કાલાવડના આણંદપરમાં રહેતા યુવાને મિત્ર પાસે લગ્નમા કપડા પહેરવા માટે માગતા બંને વચ્ચે બોલાચાલી થતા તે બાબતનો ખાર રાખી કાલાવડ રોડ તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં ચાની કેબીન પાસે યુવાન પર મિત્ર સહિત બે શખ્સોએ પાઇપ વડે હુમલો પોલીસે કાર્યવાહી કરી છે.
વધુ વિગત મુજબ મળતી વિગત મુજબ આણંદ પરગામમાં રહેતા ધર્મેશ ખીમજીભાઇ બગડા (ઉ.વ.રર) એ મિત્ર જીજ્ઞેશ પરમાર તથા એક અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું છે કે,ગત તા. ૧૧ ના પોતાને લગ્નમાં જવું હોવાથી મિત્ર જીજ્ઞેશ પરમારને કપડાં માટે ફોન કર્યો હતો. પંરતુ જીજ્ઞેશે ફોન ઉપાડયો નહી બાદ પોતે પોતાના ઘરે આણંદપર જઇ કપડા બદલી વેડીંગ પાર્ટી પ્લોટ ખાતે લગ્નમાં ગયો હતો.બાદમાં પોતે જીજ્ઞેશને ફોન કરતા તેણે કહેલ કે ‘મારે જરૂર હતી ત્યારે મારો ફોન કેમ ન ઉપાડયો તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા જીજ્ઞેશ ગાળો દેવા લાગતા પોતે ફોન કાપી નાખ્યા હતો.
બાદ ફરિયાદી તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં બંધ ચાની કેબીન પાસે પોતાના માસીના દીકરાની રાહ જોતો હતો ત્યારે રાત્રે અચાનક મિત્ર જીજ્ઞેશ બાઇક પર આવી લોખંડના પાઇપ વડે માર મારવા લાગ્યો હતો. બાદ પોતે ત્યાંથી કટારીયા ચોકડી તરફ ભાગવા લાગ્યો અને કારના શો રૂમ પાસે રોડ ક્રોસ કરવા જતા રોડ વચ્ચે રેલીંગ ઉપર પડી ગયો હતો ત્યારે જીજ્ઞેશ ત્યાં આવી ફરી પાઇપ વડે માર માર્યો હતો.જેથી આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની અટકાયત કરી છે.