અમદાવાદના દાણીલીમડામાં મહિલાએ કરી પ્રેમીની હત્યા
અમદાવાદના દાણીલીમડા વિસ્તારના ન્યુ શાહ એ આલમ નગર સોસાયટીના ત્યાં હૈદર શા નામના વ્યક્તિની હત્યા નિપજાવી દેવામાં આવી છે. આજે સવારે મૃતક હૈદર શા શબાના ખાતુન શાના ઘરે આવ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. શબાના ખાતુન શાએ બોથડ હથિયાર ડિસમિસ અને છરીના ઘા મારીને હૈદર શાની હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ દાણીલીમડા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.
દાણીલીમડા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હૈદર શા અને આરોપી મહિલા શબાના ખાતુન શા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને મૃતક હૈદર શાની શબાના ખાતુન શા પૂર્વ સાળાની પત્ની પણ થાય છે. બે વર્ષ અગાઉ મૃતક હૈદર શાના સાળાના છૂટાછેડા થઇ જતા બને વચ્ચે પ્રેમ સંબંધ બન્યો હતો. બાદમાં અગાઉ શબાના ખાતુન શાના લગ્ન અન્ય એક વ્યક્તિ સાથે કરાવ્યા હતા. ત્યારે જ વારંવાર મૃતક હૈદર શા મહિલા આરોપીના ઘરે મળવા માટે આવતો હતો અને બળજબરી શારીરિક સંબંધ બાંધતો હતો.
મંગળવારની સવારે આ બાબતે બંને વચ્ચે ઝગડો થતા ગુસ્સામાં આવીને શબાના ખાતુન શાએ કંટાળીને હત્યા કરી નાખી હતી. પોલીસે એફએસએલ સહીતના પુરાવા એકત્ર કરીને મહિલા આરોપી શબાના ખાતુન શાની ધરપકડ કરીને આગળની તપાસ શરુ કરી છે.