ચુનારાવાડ અને કુબલિયાપરામાંથી ચાઈનીઝ દોરીની 60 ફિરકીઓ પકડાઈ
ઉતરાયણ પર્વ પર જીવલેણ ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરતાં વેપારીઓ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે.ત્યારે થોરાળા પોલીસે ચુનારાવાડ અને કુબલીયાપરામાંથી ગળા કાપતી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડી બે વેપારીની ધરપકડ કરી હતી.
દરોડાની વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી ટીમે બાતમીના આધારે ચુનારાવાડ શેરી નં.10 પાસેથી સુજલ ઉર્ફે સુનો વલ્લભ વેલજી ચાવડાને ચાઇનીઝ દોરીની 50 ફીરકી સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી. જયારે એએસઆઇ મહેશ સોલંકી અને ટીમે ભાણજીદાદાના પુલ પાસેથી સુરેશ ધર્મેશ ડોડીયા (રહે. સીતારામનગર શેરી નં.ર)ને પકડી પાડી ચાઇનીઝ દોરીની 10 ફીરકી કબજે કરી હતી.