Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

‘તમે ગરીબ છો અને તને ઘરના કામ કરવા જ લાવ્યા છી’ કહી સાસરિયાનો પરિણીતાને ત્રાસ

Fri, January 10 2025

નેહરૂનગરમાં અને કોઠારીયામાં રહેતી બે પરિણીતાએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી

રાજકોટમાં રૈયા રોડ પર નેહરૂનગરમાં રહેતી અને કોઠારીયા રોડ પર રહેતી બે પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ શારીરિક-માનસિક ત્રાસ આપી મેણા-ટોણા મારતા હોવાથી બંને પરિણીતાઓએ કંટાળીને મહિલા પોલીસમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ બનાવમાં રૈયા રોડ પર નેહરૂનગરમાં રહેતી જસ્મીનબેન ઉર્ફે મહેકબેન (ઉ.વ 22) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નેહરૂનગરમાં આઝાદ ચોક પાસે શેરી નંબર-1 માં રહેતા પતિ અલ્તાફ યાસીનભાઈ આમદાણી, સાસુ મુમતાઝબેન, નણંદ શબાના, જેઠ અક્રમ માસાજી સસરા અબ્દુલભાઇ આમદાણી, માસીજી સાસુ નસીમબેનના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન તારીખ 25/1/2024 ના અલ્તાફ સાથે થયા હતા અને છેલ્લા એક માસથી તે માવતરના ઘરે રિસામણે છે. લગ્નના ત્રણ મહિના બાદ જ પતિ સહિતના સાસરિયાઓ નાની નાની વાતમાં બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. સાસુ કહેતા કે તને જમવાનું બનાવતા આવડતું નથી જ્યારે ઘરનું કામ કરે ત્યારે કહેતા તારી મા એ તને કંઈ શીખવ્યું નથી. નણંદ પણ અપશબ્દ બોલતી તેમજ પતિની ચડામણી કરતી તેમજ ક્યારેક હાથ પણ ઉપાડી લેતા હતા. જેઠ યાસીન અવારનવાર કહેતો હતો કે, ઘરના બધા કામ તારે જ કરવાના છે તને કામ કરવા માટે જ લઇ આવ્યા છીએ.જ્યારે પતિ કહેતો કે તમે ગરીબ છો તેમ કહી પરિણીતાને ત્રાસ આપતા હતા.જેથી  તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી ફરિયાદ કોઠારીયા મેઇન રોડ પર પીરવાળી પાસે ધરમનગર-2 માં રહેતા રીંકુબેન (ઉ.વ 36) નામની પરિણીતાએ પતિ પૃથ્વીરાજસિંહ નટુભા જાડેજા વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં તેણી જણાવ્યું હતું કે, તેના લગ્ન 15 વર્ષ પૂર્વે પૃથ્વીરાજસિંહ સાથે થયા હતા. જે લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. છેલ્લા ત્રણેક મહિનાથી પતિ સામાન્ય બાબતમાં ઝઘડો કરતો હોય અને ઝાપટ પણ મારી દેતો હતો તેમજ ધક્કો મારી પછાડી પણ દીધી હતી. પતિએ લાફો મારતા કાનમાં અસહ્ય દુખાવો થતો હોય સારવાર કરાવતા કાનના પડદામાં તકલીફ થઈ હોય તેવું જણાય આવ્યું હતું જે અંગેની દવા પણ આપી હતી. ત્યારબાદ તા.7/1 ના સવારે પરિણીતા ઘરે હતી ત્યારે પતિએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અંતે પરિણીતાએ પતિ વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

ચુનારાવાડ અને કુબલિયાપરામાંથી ચાઈનીઝ દોરીની 60 ફિરકીઓ પકડાઈ

Next

હજનું પેકેજ બુક કરાવી પૈસા હજમ કરી જનાર 76 વર્ષીય ઠગ પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
7 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
8 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
9 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

કેન્દ્ર સરકારનું કડક વલણ : આધાર -પાન કાર્ડનો ડેટા વેચતી 3 વેબસાઇટ બ્લોક, અન્ય વેબસાઈટોને પણ ચેતવણી
ટેક ન્યૂઝ
9 મહિના પહેલા
અમેઠીની બેઠક પર ફરી ખિલશે કમળ કે પંજો બાજી મારશે ?? જાણો સમીકરણ અને ચૂંટણી ભૂતકાળ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પંચમહાલ : ગોધરા-વડોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત, તૃપ્તિ હોટેલ નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં કેટલા લોકો જીવતા ભુંજાઈ ગયા વાંચો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર