સ્ટેટ મોનીટરીંગ સેલે 12 કલાકમાં બે મોટા બુટલેગરને દબોચી લીધા
અમદાવાદ તા 5
ગુજરાતમાં દારૂબંધીના ઘજાગરા ઊડાવતા બુટલેગર્સ સામે સ્ટેટ મોનિટરીંગ ટીમ દ્વારા સતત નજર રાખીને ગુજરાતમાં ઠેર-ઠેર દરોડા પાડવામાં આવતો હોય છે. ગુજરાતમાં મોટા ભાગે પાડોશી રાજ્યમાંથી દારૂનો જથ્થો આવતો હોય છે. તેમાં પણ કેટલાક લિસ્ટેડ બુટલેગરો આ કામને અંજામ આપતા હોય છે. સ્ટેટ મોનિટરીંગ કાર્યવાહીના કારણે ગુજરાતના લિકરકિંગ ગણાતો બુટલેગર વિનોદ સિંઘી પણ ધરપકડની બીકે દુબઈ ભાગી ગયો હતો. છતાં પણ આઇપીએસ નિર્લિપ્ત રાયની ટીમને વિનોદ સિંધીના મેનેજર કમ બુટલેગર આનંદરપાલસિંહ દેવડા ઉર્ફે દિક્ષા મારવાડીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.ગુજરાતમાં કોરોડો રૂપિયાના દારૂનો કરનારા લિકરકિંગ વિજય ઉદવાણી ઉર્ફે વિનોદ સિંધીના દારૂની ટ્રકો પર સ્ટેટ મોનિટરીંગ સેલ નિશાનો રાખીને ઝડપી પડતાં વિનોદ સિંધી ધરપકડની બીકે દુબઈ ભાગી ગયો હતો. જોકે પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરન્ટના આધારે તેને ભારત લાવવામાં સફળ થઈ હતી. ત્યારે આજે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વિનોદ સિંધીના મેનેજર તરીકે કામ કરતાં આનંદપાલસિંહ દેવડાની ધરપકડ કરી છે. આંનદપાલસિંહ ગુજરાતમાં વર્ષ 2016થી 17 ગુનામાં વોન્ટેન્ડ હતો.આંનદપાલસિંહને ઝડપી પાડવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ સબ ઈન્સપેક્ટર આર. જી. ખાંટ તેમની ટીમ સાથે રાજસ્થાનના શિહાર ખાતે આવેલા એક ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. ફાર્મ હાઉસ મોજ-મસ્તી કરતો આંનદપાલસિંહ પોલીસને મળી આવતા તેને ખાનગી કારમાં બેસાડીને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ગુજરાત આવવા માટે રવાના થઈ હતી. જોકે આ વાતની જાણ આંનદપાલસિંહના સાથીઓને થઈ જતાં રસ્તામાં પોલીસની કારને બે-ત્રણ કાર આવીને આંતરી લીધી હતી અને આંનદપાલસિંહ દેવડા ઉર્ફે દિક્ષા મારવાડીને છોડાવવા કારને ટક્કર પણ મારી હતી. તેમ છતાં પણ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દિલધડક ઓપરેશન પાર પાડીને દિક્ષા મારવાડીને ગુજરાતમાં લાવવામાં સફળ રહી હતી.
અગાઉ વિનોદ સિંધી દુબઈ ફરાર થઈ જતાં તેના દારૂના નેટવર્કને દિક્ષા મારવાડી અને તેના અન્ય સાગરીત લક્ષ્મણ મારવાડી, બાદલસિંહ મળીને સંભાળતા હતા. સ્ટેટ મોનિટરિંગસેલ દ્વારા છેલ્લા 7 મહિનામાં ઝડપેલા 5 દારૂના મોટા કેસમાં દિક્ષા મારવાડીનું ક્નેકશન સામે આવ્યું હતું. દિક્ષા મારવાડી પાસેથી પોલીસને એક મોબાઈલ, બે ડોંગલ મળી આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા જો દિક્ષા મારવાડીનો મોબાઈલ ચેક કરવામાં આવે તો અનેક પોલીસ અધિકારીઓની ઉંધ હરામ થઈ શકે છે.