51 કારતૂસ અને સ્કોર્પિયો સહિત રૂ.20 લાખનો મુદ્દમાલ કબજે
ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાની ટીમની કામગીરી
વોઇસ ઓફ ડે રાજકોટ
શાપર વેરાવળના ગંગા ફાર્જીંગ ગેઈટ પાસે થી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે સ્કોર્પિયોમાં પીસ્ટલ અને 51 કારતુસ સાથે ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ગાંધીગ્રામ ધરમનગર શિવમ પાર્ક મેઈન રોડ બ્લોક નં.૫૩માં રહેતા ઓટોપાર્ટસનું કારખાનુ ચલાવતા કૈલાસકુમાર રામસુમીરન શુકલાને ઝડપી લીધો હતો. કૈલાસકુમાર શુકલાને પોતાની નજીકમાં આવેલી ફેકટરીના માલિક સાથે અદાવત હોવાથી પોતાના સ્વરક્ષણ માટે યુપીના અજય ચૌહાણ પાસેથી હથિયાર ખરીદ્યું હોવાનું જણાવતા પોલીસે સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. પોલીસે કાર અને મોબાઈલ સહિત રૂા.૨૦.૮૦ લાખને મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ અને ટીમે કામગીરી કરી હતી.