સેન્સેક્સ પ્રથમવાર 80000 પાર, 10 લાર્જકેપ શેરમાં બમ્પર રિટર્ન
સેન્સેક્સે 80000ની સપાટી કુદાવી ઇતિહાસ રચ્યો છે. આજે સેન્સેક્સ પહેલીવાર 80000 લેવલે સપાટી કુદાવી 80074 સુધીની ઉંચાઇએ પહોંચ્યો હતો, જે ઐતિહાસિક ટોચ છે. બજારમાં છેલ્લા ઘણા દિવસથી પ્રી બજેટ કારોબાર થઇ રહ્યો છે અને શેરબજારના સૂચકાંક સતત નવા શિખર સર કરી રહ્યા છે. આજે નિફ્ટી નવી ઊંચી સપાટીએ પહોંચ્યો તે સાથે બેંક નિફ્ટી પણ ૫૩૦૦૦ની સપાટી વટાવી નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.માત્ર 6 મહિનામાં સેન્સેક્સ 10000 પોઇન્ટ વધ્યો છે. શેરબજારની તેજીમાં સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોક પણ નોંધપાત્ર વધ્યા છે.કેટલાક લાર્જકેપ શેરોમાં રોકાણકારોને બમ્પર રીટર્ન મળ્યું છે.
આ અગાઉ 11 ડિસેમ્બર 2023ના રોજ સેન્સેક્સે 70000ની સપાટી વટાવી હતી. સેન્સેક્સને 70 હજારથી 80 હજાર સુધી લઈ જવામાં ઘણા બ્લુચીપ શેરનું યોગદાન છે.
શેરબજારમાં તેજી વચ્ચે શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો શરૂઆતની સાથે જ રોકેટ ગતિએ દોડવા લાગ્યા હતા. એ જ સાથે બજારને સંપૂર્ણ ટેકો આપતા, બેંક નિફ્ટીએ 53,000 પોઈન્ટની રેકોર્ડ સપાટી વટાવી દીધી હતી.શેરોમાં આ ઉછાળાને કારણે બેંકનું માર્કેટ કેપ પણ વધીને 13.44 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું એચડીએફસી બેન્કની સાથે, આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર લગભગ 2 ટકાના ઉછાળા સાથે રૂ. 1215.85ના સ્તરે પહોંચ્યો હતો.
સેન્સેક્સની 80000 સુધીની સફર
સેન્સેક્સ @ 10000 : 7 ફેબ્રુઆરી 2006
સેન્સેક્સ @ 20000 : 11 ડિસેમ્બર 2007
સેન્સેક્સ @ 30000 : 26 એપ્રિલ 2017
સેન્સેક્સ @ 40000 : 3 જૂન 2019
સેન્સેક્સ @ 50000 : 3 ફેબ્રુઆરી 2021
સેન્સેક્સ @ 60000 : 24 સપ્ટેમ્બર 2021
સેન્સેક્સ @ 70000 : 11 ડિસેમ્બર 2023