રોકાણકારો છેલ્લી મિનિટોમાં લાખ્ખો કમાયા : સેન્સેક્સ પહેલીવાર 83,000ને પાર
અમેરિકી ફેડનો ફફડાટ હળવો થતાં બજાર રોકેટગતિએ વધ્યુ
વિશ્વબજારમાં અમેરિકી ફેડરલનો ફફડાટ હળવો થવાના સંકેત મળતા જ ગુરુવારે ભારતીય શેરબજારમાં અચાનક ઉછાળો આવ્યો હતો અને કારોબાર બંધ થવાના એક કલાક પહેલા જ સેન્સેક્સમાં ૧૫૦૦ પોઈન્ટ વધી ગયો હતો.આ સાથે જ સેન્સેક્સ પહેલી વાર ૮૩,૦૦૦ને પાર પહોંચ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ લગભગ 500 પોઈન્ટ વધીને 25,000 પોઈન્ટને વટાવી ગયો હતો.
આ વધારા સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 6.6 લાખ કરોડ વધીને રૂ. 467.36 લાખ કરોડ થયું છે. અંતે સેન્સેક્સ 1439.55 અથવા 1.77% ના વધારા સાથે 82,962.71 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 470.45 પોઈન્ટ અથવા 1.89 ટકાના ઉછાળા સાથે 25,388.90 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજે ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક ,ઇન્ફોસિસે લાર્સન એન્ડ ટુબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી કંપનીઓની આવકનો મોટો હિસ્સો અમેરિકામાંથી આવે છે. તેમના શેર 1% વધ્યા હતા. આ સિવાય નિફ્ટી બેંક, ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સંબંધિત શેરોમાં પણ એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતી એરટેલનો શેર ચાર ટકાના ઉછાળા સાથે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.