કાળઝાળ ગરમીથી ત્રસ્ત રાજકોટને મેઘરાજાની રાહત: લીમડા ચોકથી રેસકોર્સ સુધી ધમાકેદાર વરસાદ, શહેરમાં ઠંડક પ્રસરી
છેલ્લા કેટલાક દિવસોથી પડતી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી રહેલા રાજકોટવાસીઓ માટે આજે મેઘરાજા મહેરબાન બન્યા. અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેરના લીમડા ચોક, સદર બજાર, ફૂલછાબ ચોક, રેસકોર્સ અને આમ્રપાલી સહિતના અનેક મુખ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગરમીથી હેરાન-પરેશાન લોકોને આ વરસાદી માહોલથી મોટી રાહત મળી અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ. લોકો ઘરની બહાર નીકળીને આ સુખદ વરસાદને માણતા જોવા મળ્યા.
