ભારતીય શેરબજારમાં તેજી: સેન્સેક્સ 501 પોઈન્ટ, નિફ્ટી 138 પોઈન્ટ ઉછળ્યા
ઈરાન-ઈઝરાયલ બાદ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ ભારતીય શેરબજાર પર નહીંવત અસર જોવા મળી. સેન્સેક્સ ગઈકાલે 73,918.76 પર બંધ થયા બાદ આજે 73,988.27 પર ખુલી 501 પોઈન્ટના ઉછાળા સાથે 74,419.35 ની સપાટીએ પહોંચ્યો. નિફ્ટી 23,242.10 ના ક્લોઝ સામે 23,233.95 પર ખુલી 138 પોઈન્ટ વધી 23,380.65 સુધી ગયો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા છતાં રૂપિયો મજબૂત થતાં બજારમાં ખરીદીનો માહોલ યથાવત્ રહ્યો.
