મિડલ ઈસ્ટમાં શાંતિની આશાએ બુલિયન બજારમાં ધૂમ: ચાંદી રૂ. 10,000 ઉછળી, સોનું રૂ. 1.56 લાખને પાર
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની વધતી આશાએ શુક્રવારે સોના-ચાંદીના બજારમાં જોરદાર તેજી આવી. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામેના હુમલા રદ અને વાતચીત અંતિમ તબક્કામાં હોવાની જાહેરાત બાદ રોકાણકારોનો ભરોસો વધ્યો. આને કારણે ડોલર ઇન્ડેક્સ, બૉન્ડ યીલ્ડ અને ક્રૂડ ઓઇલમાં ઘટાડો નોંધાયો, જેનો સીધો લાભ બુલિયનને મળ્યો. પરિણામે 99.9% સોનું એક જ દિવસમાં રૂ. 3,000 વધીને રૂ. 1,56,900 પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું, જ્યારે ચાંદી રૂ. 10,000નો તોતિંગ વધારો નોંધાવી રૂ. 2,55,700 પ્રતિ કિલો પર પહોંચી ગઈ. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં શાંતિ વાટાઘાટોની પ્રગતિ જ સોના-ચાંદીની દિશા નક્કી કરશે.
