બ્રેન્ટ ક્રૂડ $96ને પાર, ડોલર સામે રૂપિયો તૂટીને 95.23ની ઐતિહાસિક સપાટીએ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લેબેનોન મુદ્દે નવેસરથી શરૂ થયેલા મિસાઈલ યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. મિડલ ઈસ્ટના આ તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં $3.31નો તોતિંગ ઉછાળો આવતા તે પ્રતિ બેરલ $96.40ની સપાટીએ પહોંચી ગયું છે. ક્રૂડના ભડકાની સાથે જ ભારતીય ચલણ પર પણ દબાણ વધ્યું છે અને રૂપિયો 29 પૈસા તૂટીને ડોલર સામે 95.23ની સપાટી વટાવી ગયો છે. વૈશ્વિક મોરચે સર્જાયેલી આ સ્થિતિ આગામી દિવસોમાં દેશમાં મોંઘવારીનો ગ્રાફ વધુ ઊંચો લઈ જાય તેવા સંકેતો મળી રહ્યા છે.
