પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘વતન ને જાણો’ કાર્યક્રમ અંતર્ગત જમ્મુ-કાશ્મીરના 250 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ તાળીઓના ગડગડાટ સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.