રાજામૌલી પાગલ વ્યક્તિ છે: જુનિયર NTR
ફિલ્મ મેકર રાજામૌલી પર બનેલી ડોક્યુમેન્ટ્રીનું ટ્રેલર થયું રિલીઝ
એસ.એસ.રાજામૌલીના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી બની છે “મોર્ડન માસ્ટર: એસ.એસ.રાજામૌલી”. જે આવતા મહિને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. જો કે આ પહેલા તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ 11 સેંકન્ડના આ વિડીયો જોઈને તમને જણાવા મળશે કે રાજામૌલી પોતાના કામ પ્રત્યે કેટલા જનૂની છે.
રાજામૌલી શું વિચારે છે, કેવી રીતે કામ કરે છે, તેમની સાથે કામ કરનારાની હાલત કેવી થાય છે? જો આ બધુ જાણવું હોય તો તમારા માટે સારા સમાચાર છે. દેશના દિગ્ગજ ફિલ્મમેકર રાજામૌલી પર ડોક્યુમેન્ટ્રી બની છે જેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ઓટીટી પ્લેટફોર્મ નેટફલિકસની ડોક્યુમેન્ટ્રી છે. ટ્રેલરની શરૂઆત ફિલ્મ મેકરથી થાય છે જેમાં તે જણાવે છે કે તે અદ્દભુત વાર્તા કહેવા માંગે છે. ત્યારબાદ કેટલાક સીન દેખાડવામાં આવે છે. જે બાહુબલી થી લઈને આર.આર.આર સુધીની ફિલ્મના છે.
આ પછી જુનિયર એનટીઆર એવું કહેતા નજરે પડે છે કે, તે વ્યક્તિ ફક્ત ફિલ્મો બનાવવા માટે જનમ્યા છે. તે વાર્તાઓને કહેવા માટે જે કોઈએ ક્યારેય સાંભળી ન હોય. જ્યારે પ્રભાસે કહ્યું હતું કે, તે ક્યારેય આવા વ્યક્તિને નથી મળ્યા. તે એક પાગલ વ્યક્તિ છે. તમે આ ડોક્યુમેન્ટ્રીને ઓટીટી પ્લેટફોર્મ નેટફલિકસ પર 2 ઓગસ્ટે જોઈ શકશો.