Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

***નું કામ ભસવાનું છે, આપણે કામ પર ધ્યાન આપો : કોર્પોરેટરે સોશ્યલ મીડિયા પર મુક્યું સ્ટેટસ,કોના તરફ ઈશારો?વાંચો કાનાફૂસી

Mon, November 24 2025

મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે ટિકિટ મેળવવા માટે થનગની રહેલા દાવેદારોએ પોતપોતાના `ગોડફાધર’ મારફતે લોબિંગ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે આ વખતે અનેક સીટિંગ કોર્પોરેટરોનું કાં તો કામમાં ઢીલાશને કારણે કાં તો નિષ્ક્રિય હોવાને કારણે કાં તો જ્ઞાતિસમીકરણ અથવા તો ઉપર સુધી `વજન’ ઓછો પડવાને કારણે કપાવું નિશ્ચિત છે ત્યારે આવા જ એક કોર્પોરેટર કે જેઓને ટિકિટ મળે તો મળે તેવી `કાનાફૂસી’ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે ત્યારે તેમના સુધી પણ આ વાત પહોંચી જતાં તેમણે મહાપાલિકા કચેરીએ નિયમિત આવવાનું શરૂ કરી દીધું છે સાથે સાથે ક્યારેય ન થયા હોય એટલી હદે `એક્ટિવ’ પણ થઈ ગયા છે અને છેલ્લી ઓવરમાં હાર્ડહિટિંગ કરવાનું શરૂ પણ કરી દીધું છે આમ છતાં પોતાનું ભેગું ન થયાનું લાગતાં હવે તેમણે યેનકેન પ્રકારે સોશ્યલ મીડિયા સ્ટેટસ થકી પોતાની હૈયાવરાળ ઠાલવવાનું શરૂ કર્યું હોય તે પ્રકારે તાજેતરમાં જ તેમણે વૉટસએપ પર મુકેલું એક સ્ટેટસ ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે. આ કોર્પોરેટરે સ્ટેટસ મુક્યું હતું જેમાં એક વ્યક્તિ એવું બોલતી સંભળાઈ રહી છે કે `***નું કામ ભસવાનું છે, આપણે કામ પર ધ્યાન આપવાનું છે’ (આ શબ્દો હિન્દીમાં હતા એટલે તેનો અનુવાદ કરાયો છે) હવે આ સ્ટેટસ તેમણે `શોખ’થી મુક્યું છે કે કોઈ તરફ ઈશારો કર્યો છે તે તો તેઓ જ જાણતા હશે પરંતુ શહેર ભાજપે તેની ગંભીર નોંધ લીધી છે તે નોંધવું જ રહ્યું…!

એક જ દિવસમાં બબ્બે મોટા કાર્યક્રમ શા માટે ગોઠવ્યા ? મુખ્યમંત્રી નારાજ થયા ?

શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને તેમણે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે 547 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતી વખતે મહાપાલિકા તંત્રની પ્રશંસા પણ કરી હતી. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત જ નહીં બલ્કે ભારતમાં પ્રચલિત છે આમ છતાં તેઓ રાજકોટ મહાપાલિકા તંત્રના આયોજનથી નારાજ થયા હોવાની કાનાફૂસી સાંભળવા મળી હતી. આમ તો મુખ્યમંત્રી બુધવારે રાજકોટ આવવાના હતા. જો કે આ સમયે મહાપાલિકા દ્વારા રાત્રે મ્યુઝિકલ નાઈટનું આયોજન પણ ગોઠવી નાખ્યું હોય સાથે સાથે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પણ હોવાથી એક જ દિવસે બબ્બે મોટા કાર્યક્રમ ગોઠવાતા મુખ્યમંત્રી તંત્રના આયોજનથી નારાજ થયા હોવાની વાત પ્રસરવા લાગી હતી. જો કે આ અંગે પદાધિકારીઓ તેમજ અધિકારીઓને પૂછવામાં આવતાં તેમણે આ પ્રકારની નારાજગીની વાતનો ઈનકાર કર્યો હતો પરંતુ ચોક્કસ વર્ગ સ્પષ્ટ માની રહ્યો છે કે `આગ લાગી હોય તો જ ધૂમાડો નીકળે’ની માફક મુખ્યમંત્રી અથવા મુખ્યમંત્રી કાર્યાલય તંત્રથી નારાજ થયું જ હોવું જોઈએ અન્યથા આ પ્રકારે વાત વાયુવેગે પ્રસરે કેવી રીતે ?

આ પણ વાંચો :હી-મેન અને ડ્રીમગર્લની અમર પ્રેમકહાની : હેમા માલિનીને ને દિલ દઈ બેઠો વિરુ, લગ્ન કરવા ધર્મેન્દ્રએ કર્યો’તો ધર્મ પરિવર્તન

મીસ્ટર પીઆઈ, `મારા’ નહીં, `સારા’નો આગ્રહ રાખો…!!

કોઈ પણ પોલીસ મથકના પીઆઈ હોય તેઓ પોતાની ટીમમાં દોડતાં જવાનોને સામેલ કરવાનું પસંદ કરતા હોય છે અને આવું થવું પણ જોઈએ કેમ કે ગુનો બને એટલે દોડતી ટીમ જ ઉપયોગી સાબિત થાય છે. જો કે અત્યારે શહેરમાં ઘણાખરા પોલીસ મથક ઉપરાંત બ્રાન્ચમાં `મારા’ નહીં પરંતુ `સારા’નો આગ્રહ રાખવા ઉપર વધુ `ભાર’ આપવામાં આવી રહ્યાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય તેવું ખુદ પોલીસ સ્ટાફને જ લાગ્યા વગર રહેતું નથી. ડિસિપ્લીન ફોર્સ હોવાને નાતે તેઓ ઉપરી અધિકારીઓને તો કશું કહી શકતા નથી પરંતુ અંદરોઅંદર `કાનાફૂસી’ કરતા જરૂર સાંભળવા મળતા હોય છે ત્યારે આવા જ બે પોલીસજવાન એવી વાતચીત કરતા સાંભળવા મળ્યા હતા કે “જો મને કહેવાની તક આપવામાં આવે તો હું એ પીઆઈને જરૂર કહીશ કે સાહેબ, તમે સારા સ્ટાફને ટીમમાં સામેલ કરવાનું રાખો.” આવું કહેવા પાછળનો હેતુ એ પોલીસ જવાનોનો એટલો જ હતો કે એક પીઆઈએ પોતાની ટીમમાં બે લોકોને સામેલ કરવા માટે ગજબની મથામણ કરી હતી અને તેમને સફળતા મળી હોય તેમ બન્ને જવાન તેમની ટીમમાં સામેલ પણ થઈ ગયા હતા જેના કારણે આ પ્રયત્નથી અન્ય સ્ટાફમાં જરૂર કચવાટ જોવા મળી રહ્યો છે તે પણ નોંધવું રહ્યું…

આ પણ વાંચો :વરિષ્ઠ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું લાંબી માંદગી બાદ 89 વર્ષની વયે દુઃખદ નિધન : બોલીવુડ અને લાખો ચાહકોમાં ઘેરો શોક

હવે તો આરોપીઓ કહે છે, અમને પેલા `રાજસ્થાનવાળા સાહેબ’ પાસે ન લઈ જતાઃ અન્ય અધિકારીઓ આવી `ધાક’ ક્યારે બેસાડશે ?

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ગુંડાગીરી-લુખ્ખાગીરીએ માજા મુકી છે ત્યારે પોલીસે પણ કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચે જે પ્રકારે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે તેને જોતા ગુનેગારો કે જેમણે બ્રાન્ચનું પગથીયું ચડ્યા બાદ અહીંની કડવાણીનો સ્વાદ ચાખ્યો છે તેઓના તો મોતીયા મરી ગયા છે. આ જ કારણથી ક્રાઈમ બ્રાન્ચના હાથે હવે આરોપીઓ પકડાય એટલે સીધા એવી જ કાકલૂદી કરે છે કે અમને પેલા `રાજસ્થાનવાળા સાહેબ’ પાસે ન લઈ જતા ! એકંદરે આ સાહેબની ધાક ગુનેગારોમાં એટલી હદે બેસી ગઈ છે કે તેમનું નામ સાંભળે ત્યાં જ `પોપટ’ બનીને બોલવા લાગે છે ત્યારે અન્ય પોલીસ અધિકારીઓ આવી `ધાક’ ગુનેગારો ઉપર બેસાડે તો ખરેખર રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરવું તો દૂર કોઈ ચપ્પલની ચોરી કરતા પહેલાં પણ સો વખત વિચારશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.

પોલીસ-મહાપાલિકાના કર્મીઓએ મનમાં ગાંઠ વાળી લીધી…ચૂંટણી સુધી આપણે દોડવાનું જ છે !

ટૂંક સમયમાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે જેના કારણે રાજકીય પક્ષો તો દોડાદોડી કરશે તે સ્વાભાવિક છે કેમ કે તેમને સત્તા મેળવવાના અભરખા રહેવાના છે. જો કે ચૂંટણીને કારણે મહાપાલિકા અને પોલીસ તંત્ર આ બન્નેના અધિકારીઓ અને કર્મચારીઓની લેફ્ટ-રાઈટ વધી જતી હોવાનું આ વખતે જ નહીં બલ્કે પાછલી દરેક ચૂંટણીથી જોવા મળી રહ્યું છે. ગત શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવ્યા હતા. આ શનિવાર રજાનો દિવસ હોવાથી અનેક કર્મચારીઓએ શનિ-રવિની રજા માણવાનું પ્લાનિંગ કરી લીધું હતું. આમ તો મુખ્યમંત્રી શનિવાર નહીં બલ્કે તેના ચાર દિવસ પહેલાં આવવાના હતા પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતાં તેમની રાજકોટ મુલાકાત શનિવારે ગોઠવાતા જ અનેક નિરાશ થઈ ગયા હતા કેમ કે તેમના વિકએન્ડના પ્લાનિંગ પર પાણી ફરી વળ્યું હતું. પોલીસને તો મહાપાલિકાની જેમ રજા મળતી નથી આમ છતાં તેણે અને મહાપાલિકાના સ્ટાફે ગાંઠ વાળી લીધી હતી કે જ્યાં સુધી ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી શહેરમાં આ પ્રકારે વીવીઆઈપી-વીઆઈપી મૂવમેન્ટ રહેવાની હોવાથી આપણે રજા કેન્સલ કરીને દોડ્યે જ રાખવાનું છે…!

Share Article

Other Articles

Previous

રંગીલું રાજકોટ ફરી રક્તરંજિત : ભગવતીપરામાં પાણીપૂરી ખાવા નીકળેલી કારખાનેદારની પત્નીની નિર્દયી હત્યા,પતિ સહિતની સઘન પૂછપરછ

Next

હી-મેન અને ડ્રીમગર્લની અમર પ્રેમકહાની : હેમા માલિનીને ને દિલ દઈ બેઠો વિરુ, લગ્ન કરવા ધર્મેન્દ્રએ કર્યો’તો ધર્મ પરિવર્તન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
3 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

ગુજરાતમાં વર્ગ 3ની કેટલી જગ્યાઓ ભરાશે, વાંચો
ગુજરાત
2 વર્ષ પહેલા
આજથી રાજકોટમાં અઢી લાખ વૃક્ષનું વાવેતર : દરેક શિવ મંદિરમાં બિલ્વપત્ર વૃક્ષો વવાશે, બોલેલું પાળી બતાવે તેવી આશા !
ગુજરાત
7 મહિના પહેલા
‘મડગાંવ એક્સપ્રેસ’ ઓટીટી પર થઈ રિલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
OTTની દુનિયામાં ગોવિંદાની એન્ટ્રી: લોન્ચ કરી પોતાની આ એપ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર