રાજકોટ એરપોર્ટ પર વિન્ટર શેડ્યૂઅલ અમલી : ફલાઈટનાં ટાઇમટેબલ 45 મિનિટથી 4 કલાક સુધી ખોરવાયા
રાજકોટ હીરાસર એરપોર્ટ પર છેલ્લા એક સપ્તાહથી વિન્ટર શિડ્યુલ મુજબની ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે, જેમાં બે ફ્લાઈટ નવી મળતા રાજકોટથી હવે દિવસ દરમિયાન 13 ફ્લાઇટ ડેઈ લી ઉડાન ભરે છે. દિલ્હી અને મુંબઈ માટેની ફ્લાઈટ ફ્રિકવન્સી વધી છે જેની સામે એક સપ્તાહથી ફ્લાઈટોના ટાઈમ ટેબલ વિખાઈ ગયા છે.
26 ઓક્ટોબરથી હિરાસર એરપોર્ટ પર નવો વિન્ટર શિડ્યુલ અમલમાં આવ્યો છે પરંતુ એક સપ્તાહથી ફ્લાઈટ 45 થી લઇ 4 કલાક સુધી મોડી હોવાથી પેસેન્જર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને મુંબઈ અને દિલ્હીની ઈન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ મોડી આવતી હોવાથી રાજકોટ થી ટેકઓફ પણ મોડી થાય છે. આ ફ્લાઈટ મોડી હોવા પાછળના અનેક કારણો સામે આવ્યા છે.જેમાં એરલાઇનના સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ અને દિલ્હીથી વિન્ટર શેડ્યુલમાં અનેક નવા સેક્ટર શરૂ થયા છે.
આ પણ વાંચો : રાજકોટના હનુમાન મઢી ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા ચાલકોને સજા તરીકે શું મળે છે ? શૌચાલયની દૂર્ગંધ! વાંચો લોકોએ શું કહ્યું ?
જેને પગલે મુંબઈ અને અમદાવાદ જેવા અતિ વ્યસ્ત એરપોર્ટ પર વધુ એરક્રાફ્ટના લીધે અન્ય શહેરોમાંથી લેન્ડ થતાં પ્લેનોને સમયસર લેન્ડિંગ મળતું નથી, રાજકોટમાં બે દિવસ પૂર્વે ઈન્ડિગોની ફલાઈટ જે સાંજે 7:30 કલાકે રાજકોટથી ઉડાન ફરે છે તે રાત્રે 11 વાગ્યે રાજકોટ લેન્ડ થઈ હતી.જે વિમાન રાજકોટ આવવાનો હતું તે મેંગલોરમાં અટવાઈ ગયું હતું. ફ્લાઈટ ડીલેટ થતા ખાસ કરીને મુંબઈ અને દિલ્હી થી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી લેનારા પેસેન્જર્સને પરેશાની ઉભી થઈ રહી છે.
આ પણ વાંચો : ડાયરેક્ટ DSP જ બનશે…રાજકોટમાં પુત્રને DSP બનાવી આપવાના નામે પશુપાલક સાથે 1.48 કરોડની છેતરપિંડી, જાણો શું છે મામલો
આ ઉપરાંત હવામાનની પરિસ્થિતિ,ટેકનિકલ ક્લિયરન્સ અને કનેક્ટિંગ રૂટની ક્ન્ઝેશન ના કારણે વિલંબ થઈ રહ્યો છે. જોકે આ બાબતે સ્પષ્ટતા કરતાં એર લાઇન્સનાં અધિકારીઓએ કહ્યું હતું કે, વિન્ટર શિડ્યુલમાં સેટ થતા એકાદ સપ્તાહ થઈ જશે ત્યારબાદ બધી ફ્લાઈટ નિયમિત ઉડાન ભરશે.
