Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના સરધાર ખાતે પ્રસિદ્ધ હરિહરાનંદજી આશ્રમની જમીન પ્રકરણમાં ખેડૂત ન હોવા છતાં મહંતે ખરીદેલી 46 વીઘા જમીન ખાલસા

Thu, September 25 2025

રાજકોટ તાલુકાના સરધાર ગામે આવેલ પ્રસિદ્ધ હરિહરાનંદજી આશ્રમ જમીન વિવાદમાં આવ્યો છે. અંદાજે 125 વર્ષ જુના ઐતિહાસિક હરિહરાનંદજી આશ્રમના મહંત દ્વારા ખેતીની અલગ -અલગ ચાર જમીન વેચાણથી ખેરીદવાની સાથે 2 ગુંઠા જમીન કુવા ધોરીયાના હેતુ માટે સરકારમાંથી મેળવ્યા બાદ આશ્રમના મહંતના અવસાન થતા વર્ષ 2007માં વારસદાર દ્વારા વારસાઈ નોંધ દાખલ કરવા આવી હતી જે નોંધ વર્ષ 2009માં તકરારી બનતા જિલ્લા કલેકટર દ્વારા  ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખેતીની જમીન ખરીદવા પ્રકરણમાં સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમના ભંગ બદલ પગલાં ભરવા આદેશ કરવામાં આવતા રાજકોટ સીટી પ્રાંત-2 મદદનીશ કલેકટર મહક જૈન દ્વારા સમગ્ર મામલે કેસ ચલાવી આશ્રમની 46 વીઘા જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવા હુકમ કરવાની સાથે જંત્રીની ત્રણ ગણી રકમ વસૂલવા હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલ રાજકોટ તાલુકાના સરધાર ગામે અંદાજે 125 વર્ષથી જૂનો હરિહરાનંદજી આશ્રમ આવેલ છે. હાલ હરિહરાનંદજી ચેરીટેબલ ટ્રસ્ટના નામે ચાલી રહેલા આશ્રમના મહંત સ્વ.રામેશ્વરાનંદજી ગુરુશ્રી હરીહરાનંદજી દ્વારા 1987માં જમીન ખરીદ કરવાં આવ્યા બાદ વર્ષ 2000, 2001, 2003 અને 2004માં અલગ અલગ જમીન ખરીદવામાં આવતા ગામ દફ્તરે જમીનની નોંધ મંજુર કરવામાં આવી હતી. સાથે જ રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં કુવા ધોરીયા માટે જમીનની માંગણી કરવામાં આવતા વર્ષ 1997માં 2 ગુંઠા જમીન ફાળવવામાં આવી હતી. જો કે, વર્ષ 2006માં રામેશ્વરાનંદજી ગુરુશ્રી હરીહરાનંદજીનું અવસાન થતા વારસદાર નિર્મળાનંદજી ગુરૂશ્રી રામેશ્વરાનંદજીએ સીધી લીટીના વારસદાર તરીકે નોંધ દાખલ કરવામાં આવતા નોંધ મંજુર થયા બાદ નોંધ તકરારી બની હતી અને વર્ષ 2009માં આ નોંધ રદ કરવાંમાં આવી હતી.સાથે જ 1987-88માં જમીન ખરીદીની નોંધની ચકાસણી બાદ જમીન ખરીદનાર આશ્રમના મહંત રામેશ્વરાનંદજી ગુરુશ્રી હરીહરાનંદજી ક્યાંના ખાતેદાર હતા તે સહિતની કોઈ સ્પષ્ટતા થતી ન હોય મામલતદાર દ્વારા બિન ખેડુત ખાતેદાર અન્વયે કાર્યવાહી કરવા રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : આર્યનની વેબ સિરીઝ The Ba***ds of Bollywoodથી સમીર વાનખેડે નારાજ : શાહરુખ-ગૌરી ખાન સામે માનહાનિનો કેસ દાખલ

બીજી તરફ રામેશ્વરાનંદજી ગુરુશ્રી હરીહરાનંદજી ખાતેદાર ખેડુત ન હોવા છતાં ખોટી રીતે ખેતીની જમીન ખરીદી કરી કલમ–૫૪ નું ઉલ્લંઘન કરતા સૌરાષ્ટ્ર ઘરખેડ ટેનન્સી સેટલમેન્ટ એન્ડ એગ્રીકલ્ચર લેન્ડઝ ઓર્ડીનન્સ–૧૯૪૯ની કલમ-54 મુજબ પગલાં લેવા જિલ્લા કલેકટર દ્વારા વર્ષ 2023માં આદેશ કર્યો હતો જેને પગલે પ્રાંત અધિકારી રાજકોટ-સીટી-2 મહક જૈન દ્વારા શરતભંગ ચલાવી મહેસુલી કાયદાના અર્થઘટન મુજબ કડક ચુકાદો આપી વટહુકમની કલમ-54 ના ભંગ સબબ કલમ-૭૫ મુજબ પગલા લઈ તમામ વ્યવહારો ગેરકાયદેસર ઠેરવી અનઅધિકૃત કબ્જેદારો સામે સંક્ષિપ્ત કાર્યવાહી કરી રાજકોટ તાલુકા મામલતદારને તમામ જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. સાથે જ ખેડૂત ન હોવા છતાં આશ્રમના મહંત દ્વારા ખેતીની જમીન ખરીદવા પ્રકરણમાં જમીનની જંત્રી કિંમતનો ત્રણ ગણો દંડ વસૂલવા હુકમ કર્યો હતો.

આશ્રમના મહંત દ્વારા ક્યારે કઈ જમીન ખરીદ કરવામાં આવી

  • માવજીભાઈ રૂડાભાઈ પાસેથી 1987માં 6 એકર 07 એકર જમીન ખરીદી
  • મેઘાભાઈ હરિભાઈ મકવાણા પાસેથી વર્ષ 2003માં 4 એકર 20 ગુંઠા જમીન ખરીદી
  • જેઠાભાઈ ડાયાભાઈ પાસેથી વર્ષ 2001માં 4 એકર જમીનની ખરીદી
  • અમરાભાઈ ભીખાભાઈ પાસેથી વર્ષ 2001માં 4 એકર જમીન ખરીદી
  • રાજકોટ તાલુકા મામલતદાર પાસેથી વર્ષ 1979માં 2 ગુંઠા જમીન કુવા માટે મેળવી

સમગ્ર જમીન ટ્રસ્ટના નામે આપવા દલીલો કરી

રાજકોટના સરધાર ગામે ખેડૂત ન હોવા છતાં હરિહરાનંદજી આશ્રમના મહંત દ્વારા ખેતીની જમીન ખરીદી પ્રકરણમાં સૌરાષ્ટ્ર ઘરખેડ વટ હુકમ મુજબ કેસ દાખલ કરવામાં આવતા વર્તમાન મહંત દ્વારા કાયદાકીય અજ્ઞાનતાને કારણે જમીન ટ્રસ્ટના બદલે મહંતના નામે ખરીદ કરવામાં આવી હોવાથી ભૂલ ગણીને માફ કરવા તેમજ ચેરિટી કમિશનર સમક્ષ તમામ જમીન ટ્રસ્ટના નામે ચડાવવા માટે મંજૂરી મેળવી હોવાના પુરાવા રજૂ કરવા જમીન ખાલસા નહીં કરવા દલીલ કરવામાં આવી હતી પરંતુ મદદનીશ કલેકટર દ્વારા તમામ દલીલો ફગાવી દઈ સૌરાષ્ટ્ર ઘરખેડ વટ હુકમ મુજબ પગલાં ભરવા હુકમ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

‘મને સારું નહીં જ થાય’ટીબીની બીમારીથી પીડાઈ રહેલા દર્દીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ કર્યો આપઘાત

Next

આર્યનની વેબ સિરીઝ The Ba***ds of Bollywoodથી સમીર વાનખેડે નારાજ : શાહરુખ-ગૌરી ખાન સામે માનહાનિનો કેસ દાખલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટલીયા આમને સામને : મોરબીથી ચૂંટણી લડવા આપી ચેલેન્જ, વાંચો શું છે સમગ્ર મામલો
ગુજરાત
8 મહિના પહેલા
BCAના વિદ્યાર્થી પાસેથી પકડાયું ૯.૮૫ લાખનું ડ્રગ્સ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ગિલ બેટિંગમાં સિરાજ બોલિંગમાં `સરતાજ’
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
મોરબી રોડ ઉપર ઝુંપડા હટાવાતા ટોળાએ કલેકટર કચેરીમાં ધામા નાખ્યા
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર