Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાના હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત : હાજર થવા સામે સ્ટે મળ્યો

Fri, September 19 2025


રીબડાના વતની અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા પૂર્વધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાના 1988ના હત્યા કેસમાં અંતે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હાજર થવાના 18 સપ્ટેમ્બરના આખરી દિવસે આખરી કલાકોમાં જૂનાગઢ જેલમાં હાજર થવા અંગે ભારે સસ્પેન્સ સાથે મોડી સાંજે સ્ટે મળતાં હાલ અનિરુદ્ધસિંહને એક સપ્તાહ સુધીની રાહત મળી છે.

ગોંડલના જે તે વખતના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા અને અનિરૂધ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજા વચ્ચે રાજકીય ખટરાગ ચાલતો હતો જેને લઈને 22 વર્ષની વયે અનિરૂધ્ધસિંહ જાડેજાએ ગોંડલની સંગ્રામસિહજી હાઈસ્કૂલમાં 15 ઓગસ્ટ-1988ના રોજ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાને ધ્વજવંદન કાર્યક્રમમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ભડાકે દઈને હત્યા કરી હતી. જે તે સમયે જ ત્યાં હાજર એસઆરપીના ઝાલા તથા સ્ટાફે અનિરૂધ્ધસિંહને પકડી પાડ્યા હતા. હત્યાના ગુનાના આરોપમાં ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : ‘સલમાન ખૂબ મારતો હતો’ એશ્વર્યા અને સલામનની લવ સ્ટોરી સાથે જોડાયેલું એક એવું સત્ય જે કોઇ નહીં જાણતું હોય

કેસ ચાલી જતાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરૂધ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરતો ચૂકાદો આપ્યો હતો. જે ચૂકાદા સામે સરકારે ટાડા હેઠળ અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે 1997માં અનિરૂધ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી. આજીવન કેદ પડતા અનિરૂધ્ધસિંહ ત્રણ વર્ષ ફરાર રહ્યા હતા બાદ 2000માં ધરપકડ થઈ હતી. 18 વર્ષ જેલમાં રહ્યા બાદ 2017માં સરકાર દ્વારા 12 વર્ષ પૂર્ણ થયા હોય તેવા આજીવન સજાના કેદીને સજા માફી આપવાની કમિટી બની હતી. જૂનાગઢ જેલમાં બંધ અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા 29-1-18ના રોજ સજા માફી માટે જેલ સત્તાવાહક મારફતે રજી કરાઈ હતી. જે અરજી આધારે જે તે સમયના જેલ વડા ટી.એસ. બીસ્ટ દ્વારા અનિરૂધ્ધસિંહની સજા માફીની અપીલ માન્ય રાખીને જેલ મુક્ત કર્યા હતા.

આ પણ વાંચો : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાનું નિરાશાજનક પ્રદર્શન : મેડલની દોડમાંથી બહાર, સચિન યાદવ માત્ર 40 સેન્ટિમીટરથી મેડલ ચૂક્યો

અનિરૂધ્ધસિંહ જેલ મુક્ત થયા એ સંદર્ભે સરકારની સહમતિ હોય અથવા તો સાત વર્ષ સુધી ધ્યાનચૂક રહી ગઈ હોય તેમ સાત વર્ષ સુધી ન્હોતો સરકારે કોઈ કાર્યવાહી કરી હતી કે ન્હોતી છ વર્ષ સુધી મૃતક પોપટભાઈના કોઈ પુત્ર પરિવાર દ્વારા કાર્યવાહી થઈ ન્હોતી. ગત વર્ષે 2024માં પોપટભાઈના પૌત્ર હરેશ સોરઠિયાએ સજા માફી રદ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી જે બન્ને પક્ષે સુનાવણી, રજૂઆતો સહિતના દસ્તાવેજી પુરાવાઓ બાદ ગત મહિને 22 ઓગસ્ટના હાઈકોર્ટે અનિરૂધ્ધસિંહની સજા માફી રદ કરી હતી અને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવા આદેશ કર્યો હતો.

હાઈકોર્ટના હુકમ સામે અનિરૂધ્ધસિંહ તરફે સુપ્રીમ કોર્ટમાં 29 ઓગસ્ટના રોજ સ્પે. લીવ પિટિશન કરાઈ હતી. બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો હુકમ યથાવત રાખી અનિરૂધ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા હુકમ કર્યો હતો. જેની સામે અનિરુદ્ધસિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોતાના એડવોકેટ મારફતે પિટિશન કરાઈ હતી અને આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અનિરુદ્ધસિંહને હાજર થવા બાબતેની એક સપ્તાહની મુદત મળી છે.

Share Article

Other Articles

Previous

દેવાયત ખવડના જામીન મંજૂર : 1 લાખના બોન્ડ ઉપર જામીન મંજૂર કરતી વેરાવળ સેશન્સ કોર્ટ, આ 2 જિલ્લાઓમાં પ્રવેશ પર મનાઈ

Next

સરકારનું વિચિત્ર વલણ :  બે સ્લેબ નાબૂદ કર્યા બાદ 7 વસ્તુ પર 12% GSTનું નોટિફિકેશન! વેપારી મુંઝાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
18 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

કોલકતા કાંડ : મમતા બેનર્જી રાહ જોતા રહ્યા અને તબીબો મુલાકાત માટે ગયા જ નહીં, વિરોધ પ્રદર્શન યથાવત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉત્તરાખંડમાં પણ અતિ ભારે વરસાદને પગલે 6 લોકોના મોત : કેદારનાથ રૂટ પર 200 લોકો ફસાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોંગ્રેસની આંખમાં કમળો છે એટલે તેને બધે કમળો (ખાડા) જ દેખાય છે !
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં પાડોશી શખ્સે પરિણીતા પર ગુજાર્યું દુષ્કર્મ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર